Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

' ગન વાયોલન્સ ' : અમેરિકામાં બે વ્યક્તિ વચ્ચેના ઝગડામાં બાળક અને તેના મમ્મી ઘાયલ : જોસેફ નામક યુવાને ગોળીબાર કરતા હોટલની રૂમમાં રહેલા માતા પુત્ર ઈજાગ્રસ્ત : બાળક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ : માતા ભયમુક્ત : શકમંદ આરોપીની ધરપકડ

શ્રેવપોર્ટ : અમેરિકાના ગન વાયોલન્સે એક નિર્દોષ બાળક અને તેની માતાને ઈજાગ્રસ્ત  કરી દીધા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ જોસેફ લી સ્મિથ નામક 34 વર્ષીય યુવાનને 20 માર્ચના રોજ અન્ય એક પુખ્ત વયના પુરુષ સાથે ઝગડો થતા તેણે તેના ઉપર ગોળીબાર કર્યો હતો.પરંતુ ગોળી ત્રાસમાં જતા બાજુમાં રહેલી હોટલના રૂમમાં રહેલા માતા અને તેના બાળક તરફ ધસી ગઈ હતી.જેના પરિણામે માતા અને બાળક ઈજાગ્રસ્ત થઇ ગયા હતા.જે પૈકી બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ છે.જયારે માતા ભયમુક્ત હોવાનું જાણવા મળે છે.

સુપર 8 પાર્કિંગ લોટ ,મંક હાઉસ ડ્રાયવ ઉપર બનેલી ઘટનાના અનુસંધાને 21 માર્ચના રોજ પોલીસે લોન્ગવ્યું ટેક્સાસ ખાતેના એપાર્ટમેન્ટમાંથી જોસેફ લી સ્મિથ નામક એક શકમંદ યુવાનની જુવેનાઇલ એક્ટ હેઠળ ધરપકડકરી છે. જેને ગ્રેગ કાઉન્ટી જેલમાં ધકેલી દેવાયો છે. જો તેના ઉપરનો આરોપ પુરવાર થાય તો તેને વધુમાં વધુ 40 વર્ષની જેલસજા થઇ શકે છે.

સ્મિથ નામક આ યુવાન રીઢો ગુનેગાર હોવાનું પોલીસ રેકોર્ડમાં જોવા મળ્યું છે.આ અગાઉ 2016 ની સાલ પહેલા તેને અપરાધ કરવાના હેતુથી હથિયાર સાથે પકડવામાં આવ્યો હતો.અને 10 વર્ષની જેલસજા થઇ હતી.પરંતુ તેની સારી ચાલ ચલગતને કારણે તે વહેલો છૂટી ગયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બાળકની માતાને ગોળીથી સામાન્ય ઇજા થઇ હતી .જયારે 5 વર્ષીય બાળકને માથામાં ગોળી વાગતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.જયારે માતા ભયમુક્ત જણાતા તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
પોલીસ તપાસ ચાલુ છે.તેવું ksla દ્વારા જાણવા મળે છે.

(11:43 am IST)