Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

" પટેલ બ્રધર્સ " ગ્રોસરી સ્ટોરની અમેરિકામાં ફેલાયેલી તમામ શાખાઓ 30 માર્ચ સોમવારથી બંધ : 10 દિવસ પછી ફરી પાછી શરૂ કરી દેવાશે

એટલાન્ટા : ઇન્ડિયન અમેરિકન પટેલ બ્રધર્સ ગ્રોસરી સ્ટોરની દેશ વ્યાપ્ત તમામ શાખાઓ 30 માર્ચ સોમવારથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.જે 10 દિવસ પછી ફરીથી શરૂ કરી દેવાશે.
વર્તમાન કોરોના વાઇરસના કહેરને કારણે સ્ટોરના કર્મચારીઓ ,ગ્રાહકો ,તેમજ લોકોના હીત માટે ઉપરોક્ત નિર્ણય લીધો હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું તથા તકલીફ બદલ ક્ષમા યાચના કરી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:21 pm IST)
  • ભુજમાં અટવાયેલા ૮૦ લોકો ઘેર રવાના :હોટેલમાં કામ કરતા લોકોને વ્હારે તંત્ર : વહીવટી તંત્ર-પોલીસ દ્વારા કરાઈ વ્યવસ્થા: બે બસ લોકો ભીલોડા જવા થયા રવાના access_time 10:42 pm IST

  • બ્રિટિશ આરોગ્ય પ્રધાન પણ કોરોનમાં સપડાયા : બ્રિટિશ આરોગ્ય પ્રધાન મેટ્ટ હેન્કોકને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે આ પૂર્વે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનને પણ કોરોના પોઝિટિવ આવેલ access_time 6:55 pm IST

  • પ્લીઝ,ધાર્મિક સ્થળોએ ભીડ નહીં કરતા : શિવાનંદ ઝા : ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં એકત્ર નહીં થવા પોલીસ વડાનો આદેશ access_time 8:07 pm IST