Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ઇટાલીમાં આશાનું કિરણ : કોરોના વાઇરસના નવા કેસ તથા મોતની સંખ્યામાં ઘટાડો નોંધાયો

રોમ : કોરોના વાઇરસ અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં તથા તેનાથી મોતને ભેટનાર લોકોની સંખ્યામાં વિશ્વમાં સૌથી આગળ તેવા ઇટાલીમાં છેલ્લા 3 દિવસમાં આશાનું કિરણ દેખાયું છે.જે મુજબ સોમવાર તથા મંગળવારે મોત પામેલાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો તેમજ નવા પોઝિટિવ કેસ પણ ઘટ્યા હતા.ત્યારબાદ ગઈકાલે થોડો વધારો નોંધાયો છે.તેમછતાં હવે આ મહામારીમાંથી હળવા થવાનું દેખાઈ રહ્યું છે.લોકો હોસ્પિટલ બહાર પણ કોરોના વાઇરસની ટ્રીટમેન્ટ લેતા થયા છે.

ઉલ્લેખનીય છે કે જ્યાંથી કોરોના વાઇરસના ફેલાવાની શરૂઆત થઇ હતી તે ચીન દેશ કરતા પણ ઇટાલીમાં કોરોના વાઇરસના વધુ કેસ નોંધાયા હતા અને વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

(12:19 pm IST)