Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

''યુથ લીડરશીપ કોન્ફરન્સ ૨૦૧૯'': એક્ષેલ ફાઉન્ડેશન USAના ઉપક્રમે કેલિફોર્નિયામાં યોજાઇ ગયેલો પ્રોગ્રામઃ ૫૫ ઇન્ડિયન અમેરિકન યુવાઓએ પબ્લીક સ્પીકીંગ, ડિબેટ,ડાન્સ,ફોટોગ્રાફી,પોસ્ટર મેકીંગ સહિત વિવિધ કૃતિઓ રજુ કરી

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં એક્ષેલ ફાઉન્ડેશન USAના ઉપક્રમે ૯ માર્ચ ૨૦૧૯ના રોજ યુથ લીડરશીપ કોન્ફરન્સ ૨૦૧૯નું આયોજન કરાયું હતું.

શ્રી પશુપતિનાથ ફાઉન્ડેશન કેલિફોર્નિયા મુકામે યોજાયેલ આ કોન્ફરન્સમાં પંચાવન ઇન્ડિયન અમેરિકન યુવાઓએ પબ્લીક સ્પિકીંગ, ડિબેટ,ડાન્સ,સિંગીગ, ફોટોગ્રાપી પોસ્ટર મેકીંગ સહિત વિવિધ કૃતિઓ રજુ કરી હતી.

કાર્યક્રમને સફળતા પૂર્વક સંપન્ન કરાવવા ઓર્ગેનાઇઝીંગ કમિટી મેમ્બર્સએ જહેમત ઉઠાવી હતી.

 

(8:07 pm IST)