Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

યુ.એસ.ની સુપ્રતિષ્ઠિત થોમસ જે વોટસન ફેલોશીપ માટે ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ આરિશ મુદ્દા રક્ષાનાની પસંદગીઃ ૨૦૧૯ની સાલ માટે પસંદ કરાયેલા ૪૧ ફેલોમાં સ્થાન મેળવ્યું

રિચમન્ડઃ યુ.એસ.ની સુપ્રતિષ્ઠિત થોમસ જે વોટસન ફેલોશીપ માટે પસંદ કરાયેલા ૨૦૧૯ની સાલના ૪૧ અન્ડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટસમાં ઇન્ડિયન અમેરિકન આરિશ મુદ્દા રક્ષાનાએ સ્થાન મેળવ્યું છે. તેમને HIV/AIDS નાબુદ કરવા સંશોધન મોટે ૧ વર્ષ ૩૦ હજાર ડોલર અપાશે.

આરિશ રિચમન્ડ ઇન્ડિયાના સ્થિત અર્લરામ કોલેજમાં અભ્યાસ કરે છે.

તેઓ ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક વર્ષ દરમિયાન ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા, સ્પેન, ચિલે તથા ફ્રાન્સનો પ્રવાસ કરશે તથા ઉપરોકત અસાધ્ય ગણાતા રોગ નાબુદી માટે તથા તે થતો અટકાવવા જાગૃતિ ફેલાવવાનું કામ કરશે.

 

(8:07 pm IST)