Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

''એશિઆ ગેમ ચેન્જર વેસ્ટ એવોર્ડ'': ફાધર ઓફ ફાઇબર ઓપ્ટીકલ તરીકે સુવિખ્યાત ઇન્ડિયન અમેરિકન ડો.નરિન્દર સિંઘને વિશ્વ સ્તરીય ક્રાંતિ લાવવા બદલ અપાનારો એવોર્ડ

નોર્ધન કેલિફોર્નિયાઃ ઇન્ડિયન અમેરિકન ડો.નરીન્દરસિંઘ કપાનીનું ''એશિયા ગેમ ચેન્જર વેસ્ટ એવોર્ડ''થી સન્માન કરાશે તેવું એશિઆ સોસાયટી નોર્ધન કેલિફોર્નિયાએ ૧૩ માર્ચ ૨૦૧૯ના રોજ જાહેર કર્યુ છે.

''ધ ફાધર ઓફ ફાઇબર ઓપ્ટીકસ'' ગણાતા ડો.સિંઘએ તેમના સંશોધનોથી વિશ્વ સ્તરીય ક્રાંતિ લાવી દીધી છે. તેેઓ ૧૦૦ જેટલા વિવિધ પેટન્ટસ ધરાવે છે. તેમજ ફિઆટ લકસ એવોર્ડ સહિત અનેક સુપ્રતિષ્ઠિત ગણાતા એવોર્ડસ તેમણે મેળવેલા છે. તેમણે ઓપ્ટોઇલેકટ્રોનિકલ એન્ડ એન્ટરપ્રિનીઅરશીપ વિષય ઉપર ૪ પુસ્તકો પ્રસિધ્ધ કર્યા છે. તથા ૧૦૦ જેટલા સંશોધન પત્રો લખ્યા છે.

તેમણે ભારતની આગ્રા યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ ડીગ્રી મેળવેલી છે તથા યુનિવર્સિટી ઓફ લંડનમાંથી ડોકટરેટ ડીગ્રી મેળવેલી છે. તેઓ ડોનર તરીકે તેમજ કલારસિક તરીકે ખ્યાતિ ધરાવે છે.

 

(8:06 pm IST)