Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ઇન્ડિયન અમેરિકન મહિલા પ્રોફેસર સુશ્રી અર્ચના વેંકટરામનની ''કેરીઅર એવોર્ડ'' માટે પસંદગીઃ ગણિતની જટીલ પ્રક્રિયાને સરળ બનાવી આપી

હોપકિન્સઃ યુ.એસ.ની જોહન હોપકિન્સ યુનિવર્સિટીના પ્રોફેસર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી અર્ચના વેંકટરામનને નેશનલ સાયન્સ ફાઉન્ડેશનએ તેમના સુપ્રતિષ્ઠિત ગણાતાં ''કેરીઅર એવોર્ડ''માટે પસંદ કર્યા છે.

ગણિતની જટિલ ગણતરી માટેની પ્રક્રિયાને સરળ બનાવી દેવા બદલ તેમની અર્લી સ્ટેજ સ્કોલર્સ તરીકે પસંદગી થઇ છે. તેઓ યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ ઇલેકટ્રીકલ એન્ડ કોમ્યુટર એન્જીનીયરીંગમાં આસી.પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે.

સુશ્રી અર્ચના હેલ્થકેર ક્ષેત્રે કાર્યરત મેલોને સેન્ટર ફોર એન્જીનીઅરીંગના ફેકલ્ટી મેમ્બર છે. તથા મેથેમેટીકલ ઇન્સ્ટીટયુટ ફોર ડેટા સાયન્સ સાથે જોડાયેલા છે.

(8:22 pm IST)