Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

દુબઈમાં ગોડાઉન કીપર તરીકે નોકરી કરતા ભારતીય મૂળના કર્મચારીએ જ્યૂસના 900 ડબ્બા ચોરી લીધા : મદદગારી સબબ અન્ય એક ભારતીય તથા પાકિસ્તાની મૂળના વ્યક્તિની ધરપકડ

દુબઇ : દુબઈમાં ગોડાઉન કીપર તરીકે નોકરી કરતા ભારતીય મૂળના એક 33 વર્ષીય કર્મચારીએ જ્યૂસના 900 ડબ્બા ચોરી લીધાનો આરોપ લગાવાયો હોવાનું સ્થાનિક સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ 2017 થી 2018 ની સાલ દરમિયાન તેણે ગોડાઉનમાં રહેલા જ્યૂસના 900 ડબા ગૂમ કરી દીધા હતા.જેમાં તેને મદદગારી કરનાર એક ભારતીય મૂળના તથા એક પાકિસ્તાની નાગરિકની પણ ધરપકડ થઇ છે.ત્રણે આરોપીઓ ઉપર કામ ચલાવવા માટે 15 એપ્રિલની તારીખ નક્કી થઇ છે.

(12:07 pm IST)