Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ક્લાસિકલ ડાન્સર સુશ્રી વિજયાલક્ષ્મી યુ.એસ.ની કેલિફોર્નિયા યુનિવર્સીટીમાં લેક્ચરર બન્યા

કેલિફોર્નિયા : યુ.એસ.ની કેલિફોર્નિયા યુનિવર્સીટી લોસ એંજલસના શાસ્ત્રીય નૃત્ય વિભાગના લેક્ચરર તરીકે ઇન્ડિયન અમેરિકન ક્લાસિકલ ડાન્સર સુશ્રી વિજયાલક્ષ્મીની નિમણુંક થઇ છે.જુદા ક્ષેત્રોના નામાકીંત કલાકારોને આ યુનિવર્સીટીમાં નવા કલાકારોના નિર્માણ તથા માર્ગદર્શન માટે નિમણુંક આપવામાં આવે છે જે અંતર્ગત શાસ્ત્રીય ન્રત્ય વિભાગમાં તેમની પસંદગી થઇ છે.
સુશ્રી વિજયાલક્ષ્મીએ અનેક જાહેર પ્રોગ્રામો આપેલા છે.તેમજ શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રે નામના મેળવેલી છે.

(8:02 pm IST)