Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

યુ.એસ.માં કેલિફોર્નિયા સ્ટેટ સેનેટ સીટ માટે ઇન્ડિયન અમેરિકન શ્રી મણિ ગ્રેવાલ મેદાનમાં : ચૂંટણી કમપેન પૂર જોશમાં : 6 લાખ ડોલરનું ફંડ ભેગું થઇ ગયું : 3 માર્ચના રોજ પ્રાઈમરી ચૂંટણી

કેલિફોર્નિયા : યુ.એસ.માં મોડેસ્ટો કાઉન્સિલમેન ઇન્ડિયન અમેરિકન શ્રી મણિ ગ્રેવાલ એ કેલિફોર્નિયાના 25 માં ડિસ્ટ્રીક્ટમાંથી સ્ટેટ સેનેટ માં ડેમોક્રેટ તરીકે ઉમેદવારી નોંધાવી છે.પાંચ ઉમેદવારો વચ્ચેની સ્પર્ધા સાથે 3 માર્ચના રોજ પ્રાઈમરી ચૂંટણી યોજાશે
શ્રી ગ્રેવાલને સ્ટેટ એસેમ્બલીમેન શ્રી આશ કાલરા ઉપરાંત સ્ટેટ એસેમ્બલી વુમન ,મેયર ,કાઉન્ટી શેરીફ ,કાઉન્સિલ મેમ્બર્સ ,સહીત આગેવાનોનું સમર્થન મળ્યું છે.ચૂંટણી કમપેન દરમિયાન તેમણે 6 લાખ ડોલર ભેગા કરી લીધા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:59 pm IST)