Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

દિલ્હીમાં આગજની ,તોફાનો તથા જાનમાલના નુકશાનને વખોડી કાઢતું હિન્દૂ અમેરિકન ફાઉન્ડેશન : ધાર્મિક સ્થાનો ઉપર હુમલા કરનારાઓની ધરપકડ કરી સખ્ત શિક્ષા કરો

ન્યુયોર્ક : દિલ્હીમાં નાગરિકતા કાનૂન મુદ્દે થતા તોફાનોના આંતર રાષ્ટ્રીય પડઘા પડ્યા છે.અમેરિકા સ્થિત હિન્દૂ અમેરિકન ફાઉન્ડેશને આ તોફાનોથી થતી જાનહાની  અને ધાર્મિક સ્થાનો ઉપર થતા હુમલાઓ બદલ વ્યથા વ્યક્ત કરી છે.તથા આ કૃત્યો કરનારાઓ અને ઉશ્કેરણી જનક વિધાનો કરનારાઓને  પકડી સખ્ત શિક્ષા કરવા અનુરોધ કર્યો છે.તેવું ફાઉન્ડેશન અધ્યક્ષ સુશ્રી સુહાસ શુક્લાએ 26 ફેબ્રુઆરીના રોજ જણાવ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે હિન્દૂ અમેરિકન ફાઉન્ડેશન નાત જાતના ભેદભાવ વિના શાંતિ અને ભાઈચારામાં માને છે.

(7:11 pm IST)