Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

દિલ્હીમાં હિંસા અને તોફાનો ભારતનો આંતરિક મામલો : ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટિક ઉમેદવાર બર્ની સેન્ડર્સ ખફા : ભારતમાં 20 કરોડ મુસ્લિમો વસે છે : માનવ અધિકારની ચિંતા કરવામાં ટ્રમ્પ નિષ્ફળ નિવડ્યાનો આક્ષેપ

વોશિંગટન : અમેરિકામાં પ્રેસિડન્ટ પદ માટે નવેમ્બર માસમાં યોજાનારી ચૂંટણી માટે રિપબ્લિકન અને ડેમોક્રેટ ઉમેદવારો વચ્ચે પ્રચાર જંગ ખેલાઈ રહ્યો છે.તેવા સંજોગોમાં વર્તમાન રિપબ્લિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવા માટે સબળ ગણાતા ડેમોક્રેટિક ઉમેદવાર બર્ની સેન્ડર્સએ ટ્રમ્પની ભારત મુલાકાત વખતના દિલ્હી હિંસા અને તોફાનો અંગે કરેલા નિવેદનને વખોડી કાઢ્યું છે.
દિલ્હી તોફાનો અને હિંસાને ટ્રમ્પએ ભારતનો આંતરિક મામલો ગણાવ્યો હતો.તેથી સેન્ડર્સએ આ બાબતને માનવ અધિકાર વિરુદ્ધ ગણાવી હતી.તેમણે જણાવ્યું હતું કે ભારતમાં 20 કરોડ જેટલા મુસ્લિમો વસે છે જેઓ તોફાનનો ભોગ બની રહ્યા છે તેમના માનવ અધિકારોની ટ્રમ્પને ચિંતા નથી
ઉલ્લેખનીય છે કે સેનેટર એલિઝાબેથ વોનર પછી ભારતના નાગરિકતા કાનૂન અંગે થઇ રહેલા તોફાનો વિષે ટીકા કરનારા બર્ની સેન્ડર્સ બીજા ડેમોક્રેટિક આગેવાન છે.

(1:18 pm IST)