Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિન્દૂ મંદિર ઉપર સામુહિક હુમલો અને તોડફોડ : ભારે પ્રકોપ વચ્ચે પણ લઘુમતી હિન્દૂ કોમ લાચાર અવસ્થામાં

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા માતા રાની ભાતીયાની મંદિર ઉપર સામુહિક હુમલો કરી તોડફોડ કર્યાની ઘટના બની છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
હજુ થોડા દિવસ પહેલા શીખોના પવિત્ર તીર્થધામ નનકાના  સાહેબ ઉપર ટોળાના પથ્થરમારાની ઘટના બાદ હવે હિન્દૂ મંદિરને કટ્ટરવાદીઓએ નિશાન બનાવ્યું છે. છાશવારે હિન્દૂ પરિવારની યુવતીઓના અપહરણ અને ફરજીયાત શાદીના બનાવો બનતા જ રહે છે.ઉપરાંત લઘુમતી કોમોની ધાર્મિક લાગણી તથા આસ્થાના  પ્રતીક સમાન ગુરુદ્વારાઓ તેમજ હિન્દૂ મંદિરો ઉપર પણ હુમલાઓ થઇ રહ્યા હોવાથી પાકિસ્તાન સ્થિત લઘુમતી કોમ ભારે પ્રકોપ વચ્ચે પણ લાચાર અવસ્થામાં જીવી રહી હોવાનું જાણવા મળે છે.
આવા સંજોગોમાં પણ પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાન પોતાના દેશમાં લઘુમતી કોમની દુર્દશા વચ્ચે પીઓકેમાં લઘુમતી ઉપર અત્યાચારના ગાણાં ગાઈ રહ્યા છે

(12:43 pm IST)