Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

રશિયા ખાતેના ભારતીય દૂતાવાસમાં ગણતંત્ર દિન ઉજવાયોઃ ભારતના એમ્‍બેસેડર શ્રી પંકજ શરનએ ધ્‍વજવંદન કરાવ્‍યું: રાષ્‍ટ્રગીતનું ગાન રાષ્‍ટ્રપતિના શુભેચ્‍છા સંદેશનું વાંચન તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમો સાથે કરાયેલી ઉજવણીને રશિયાના અખબારો તથા ટીવી ચેનલએ કવરેજ આપ્‍યું

ન્‍યુ દિલ્‍હીઃ રશિયા ખાતેના ભારતના રાજદૂતાવાસના ઉપક્રમે આજ ૨૬ જાન્‍યુ.ના રોજ ભારતનો ૬૯મો પ્રજાસત્તાકદિન ઉજવાયો હતો. જેમાં ભારતના એમ્‍બેસેડર શ્રી પંકજ શરનએ ત્રિરંગા લહેરાવ્‍યો હતો. જેને ઉપસ્‍થિત ૫૦૦ ઉપરાંત ભારતીયો તથા સ્‍થાનિક પ્રજાજનોએ સલામી આપી હતી. બાદમાં ભારતના રાષ્‍ટ્રગીતનું ગાન કરાયુ હતું.

ધ્‍વજવંદન બાદ એમ્‍બેસેડર શ્રી સરનએ ભારતના રાષ્‍ટ્રપતિનો શુભેચ્‍છા સંદેશ તથા દેશવાસીઓને કરેલુ ઉદબોધન વાંચી સંભળાવ્‍યુ હતુ. બાદમાં બાળકોએ સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા.

ભારતના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો પ્રોગ્રામ રશિયાના અગ્રણી ન્‍યુઝપેપર તથા ટીવી ચેનલમાં પ્રસિધ્‍ધ થયા હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:50 pm IST)