Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

અમેરિકામાં નવેં.૨૦૧૮માં યોજાનારી કોંગ્રેસની ચૂંટણીઓમાં અનેક ઇન્‍ડિયન અમેરિકન ઉમેદવારો મેદાનમાં: ન્‍યુયોર્કના ૧૧મા ડીસ્‍ટ્રીકટમાંથી શ્રી ઉમર વૈદ તથા શ્રી મોહન રાધાક્રિશ્નનએ ઉમેદવારી નોંધાવતા ૨ ઇન્‍ડિયન અમેરિકન ઉમેદવારો આમને-સામને

ન્‍યુયોર્કઃ અમેરિકામાં યોજાનારી આગામી કોંગ્રેસની ચૂંટણીઓમાં અનેક ભારતીયોએ ઉમેદવારી નોંધાવી છે. જે પૈકી ન્‍યુયોર્કના ૧૧મા ડીસ્‍ટ્રીકટમાં ભારતીય મૂળના ૨ ઉમેદવારો સામ સામે આવી ગયા છે શ્રી ઉમર વૈદ તથા શ્રી મોહન રાધાક્રિશ્નન બંનેએ ડેમોક્રેટ તરીકે ઉમેદવારી નોંધાવી હોવાથી એશિઅન અમેરિકન મતોમાં ભાગલા પડવાની શક્‍યતા છે. એટલું જ નહિ આ સ્‍પર્ધા ૬ ડેમોક્રેટ ઉમેદવારો વચ્‍ચેની હોવાથી પ્રાઇમરી ચૂંટણીમાં જે જીતશે તેણે નવેં. ૨૦૧૮માં યોજાનારી ફાઇનલ ચુંટણીમાં વર્તમાન રિપબ્‍લીકન કોંગ્રેસમેન ડૈન ડોનોવનનો મુકાબલો કરવાનો રહેશે તેવું જાણવા મળે છે.

(9:47 pm IST)