Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

આર.એસ.એસ.ના કાર્યકરની હત્યાના આરોપી 3 શીખોની લંડનમાં ધરપકડ : 2009 ની સાલમાં પટિયાલામાં હત્યા થઇ હતી

લંડન : 2009 ની સાલમાં પટિયાલામાં  રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના વરિષ્ઠ સભ્ય રૂલદા સિંહની  હત્યાના ષડયંત્રમાં શામેલ કથિત આરોપી 3 શીખોની 21 ડિસેમ્બરના રોજ લંડનમાં ધરપકડ થઇ છે.

ત્રણેને લંડનના વેસ્ટ મિન્સટર મેજીસ્ટ્રેટ દ્વારા  કડક શરતો સાથે   જામીન પર છોડવામાં આવ્યા હતા. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે એક  નિવેદનમાં કહ્યું હતું કે 'વેસ્ટમિનસ્ટર મેજીસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા પ્રત્યારોપણ વોરન્ટના પગલે વેસ્ટ મિડલેન્ડ પોલીસ દ્વારા સોમવારે  21 ડિસેમ્બરે તેમની ધરપકડ કરાઇ હતી'.

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે 37 અને 40 વર્ષના બે જણાને કોવેન્ટરીમાંથી અને 38 વર્ષના વ્યક્તિને વોલવોર્નમેન્ટમાંથી પકડવામાં આવ્યો હતો.વર્ષ 2009માં ભારતમાં એક હત્યાના ષડયંત્રમાં સંડવાયેલા હોવાની શંકાના આધારે પકડવામાં આવ્યા હતા.

હવે ત્રણેને ભારત મોકલવાની પ્રક્રિયા હાથ ધરાશે. બ્રિટનના કેટલાક અલગતાવાદી  સિખ અધિકાર મંચના કાર્યકરોએ કહ્યું હતું કે ગૃહ મંત્રી  પ્રિતી પટેલે આવી પ્રક્રિયા હાથ ધરવાના ઓર્ડર સહી કરી હતી.

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે આ ધરપકડ બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનીક રાબની આગામી  સપ્તાહમાં ભારત મુલાકાતના સંદર્ભમાં કરાઇ હતી. 'જો તેમને ભારત મોકલી દેવાશે તો તેમની પર ભારે અત્યચાર ગુજારાશે અને યોગ્ય ન્યાયની આશા રાખી શકાશે નહીં'એમ સિખ ફેડરેશન યુકેના ચેરમેન ભાઇ અમરિક સિહે કહ્યું હતું.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:49 pm IST)