Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

દુબઇના ક્રિકેટ સ્ટેડીયમ ખાતે RPL ટુર્નામેન્ટનું રંગેચંગે સમાપન

આટકોટઃ તાજેતરમાં દુબઇ ખાતે યોજાયેલ RPL ક્રિકેટ ટુર્નામેન્ટનું રંગેચંગે સમાપન થયુ હતુ જેમાં રાજકોટ થંડર અને બોમ્બે ડેકકન વચ્ચે ફાઇનલ મુકાબલો થયો હતો જેમાં બોમ્બે ડેકકને આરપીએલ ટ્રોફી કબ્જે કરી હતી. વિજેતા ટીમને આયોજકો તરફથી ર૦ હજાર UAE દીરહામ અને રનર્સ અપને૧૦ હજાર UAE  દીરહામનું પુરસ્કાર આપવામાંઆવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં બોલીવુડના સુપર વિલન અને ચરિત્ર અભિનેતા ગુલશન ગોવરએ હાજરી આપી ક્રિકેટરોને ઉત્સાહીત કર્યા હતા.આ ઉપરાંત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફ્રેમ ભવ્ય ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા જયારે ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા સન્ની પંચોલી દ્વારા કોમેન્ટરી આપી લોકોના દીલ જીતી લીધા હતા. આ RPL ક્રિકેટ ટુર્નામેન્ટે દુબઇમાં ધૂમ મચાવી દીધી હતી. આ ટુર્નામેન્ટનું ભવ્ય અને સફળ આયોજન મુળ રાજકોટના અને હાલ દુબઇ સ્થાયી થયેલા પ્રિતેશભાઇ અનડકટ દ્વારા કરવામાં આવ્યંુ હતું જયારે તેમના સહયોગમાં વર્ષોથી દુબઇ ખાતે રહેતા સોનલબેન રાવલ દ્વારા પણ ખૂબજ મહેનત કરવામાં આવી હતી. RPL ની આ સફળ ટુર્નામેન્ટનું આયોજન કરવા બદલ પ્રિતેશભાઇ અનડકટને ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે (તસ્વીર-અહેવાલઃ વિજય વસાણી આટકોટ)

(11:30 am IST)