Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

‘‘૧ મિલીયન ડોલરનું ગ્‍લોબલ ટીચર પ્રાઇઝ'': ૨૦૧૮ની સાલ માટેના ૫૦ ફાઇનલીસ્‍ટની યાદીમાં સ્‍થાન હાંસલ કરતાં ઇન્‍ડિયન અમેરિકન ટીચર શ્રી આકાશ પટેલ

ટેકસાસઃ યુ.એસ.મં ડલાસ ટેકસાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન ટીચર શ્રી આકાશ પટેલએ ૨૦૧૮ની સાલના ગ્‍લોબલ ટીચર પ્રાઇઝ માટે સમગ્ર વિશ્વમાંથી પસંદ થયેલા ૫૦ ફાઇનલીસ્‍ટની યાદીમાં સ્‍થાન મેળવ્‍યું છે.

દુબઇ સ્‍થિત શિક્ષણવિદ તથા શૈક્ષણિક વ્‍યવસાય સાથે જોડાયેલા ભારતીય મૂળના શ્રી સન્‍ની વાર્કે સ્‍થાપિત નોનપ્રોફિટ ‘‘વાર્કે ફાઉન્‍ડેશન'' દ્વારા દર વર્ષે સમગ્ર વિશ્વમાંથી શ્રેષ્‍ઠ શિક્ષણ માટેનો શિક્ષક એવોર્ડ આપવામાં આવે છે. જે ૧ મિલીયન ડોલરનો હોય છે. જેનો હેતુ વિશ્વના તમામ બાળકોન વિશ્વસ્‍તરીય તથા ઉચ્‍ચ શિક્ષણ માટે તે માટેનો છે.

(8:57 pm IST)