Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

અમેરિકામાં ટેકસાસના ૨૫માં ડીસ્‍ટ્રીકટ માંથી કોંગ્રેસમેન તરીકે ઉમેદવારી નોંધાવતા ઇન્‍ડિયન અમેરિકન શ્રી ચેતન પાંડા : ડોનાલ્‍ડ ટ્રમ્‍પની ઇમીગ્રેશન બાન પોલીસીના વિરોધી શ્રી પાંડા સ્‍થાનિક ભારતીયોનું અમેરિકન ડ્રીમ સાચુ પાડવા આતુર : એફોર્ડેબલ હેલ્‍થકેર, રોજગારી, ગ્રામ્‍ય વિસ્‍તારોનો વિકાસ, ઉચ્‍ચ શિક્ષણ, મહિલા સશકિતકરણ, LGBT ને સમાન હકકો સહિતના ક્ષેત્રે કામગીરી બજાવવાની નેમ : પ્રાઇમરી ચૂંટણી માર્ચ ૨૦૧૮ માં

ટેકસાસ : યુ.એસ.માં ટેકસાસના ૨૫માં ડીસ્‍ટ્રીકટમાંથી ઇન્‍ડિયન અમેરિકન ઇકોનોમિસ્‍ટ શ્રી ચેતન પાંડાએ કોંગ્રેસમાં  ઉમેદવારી નોંધાવી છે. તેઓ ડેમોક્રેટીક પાર્ટીના પ્રતિનિધિ તરીકે ચૂંટણી લડવા માંગે છે. જે માટે માર્ચ ૨૦૧૮ માં પ્રાઇમરી  ચૂંટણી થશે.

ન્‍યુયોર્કમાં જન્‍મેલા તથા ઓસ્‍ટીન ટેકસાસમાં ઉછરેલા ભારતીય મૂળના શ્રી ચેતન પાંડા સ્‍થાનિક ભારતીયોનું અમેરિકન ડ્રીમ સાચુ પાડવા કાર્યરત રહેવાનો કોલ આપે છે. પોતાનું તથા પોતાના પરિવારનું સફળ થયેલું અમેરિકન ડ્રીમ તમામ ભારતીયો માટે સફળ કરવાની નેમ ધરાવે છે. તેઓ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની ઇમીગ્રેશન પોલીસીના વિરોધી છે.

તેમણે જયોર્જ ટાઉન યુનિવર્સિટીમાંથી ઇન્‍ટરનેશનલ ઇકોનોમિકસની ડીગ્રી મેળવેલી છે. તેઓ એફોર્ડેબલ હેલ્‍થકેર, તમામ માટે રોજગારીનું નિર્માણ, ઉચ્‍ચ શિક્ષણને પ્રોત્‍સાહન, પર્યાવરણ શુધ્‍ધિ, ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અદ્યતન ટેકનોલોજી સાથે વિકાસ, LGBT હકકો, મહિલા સશકિતકરણ સહિતના ક્ષેત્રે કામગીરી કરવા માંગે છે.

(10:02 pm IST)