Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ઓવરસીઝ ઇલેકટર્સની સંખ્‍યામાં છેલ્લા ૩ વર્ષમાં ડબલ ઉપરાંત વધારો : ૨૦૧૪ની સાલમાં વિદેશ સ્‍થિત ૧૧૮૪૬ ભારતીયોએ મતદાન કરવા રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું હતું : ૨૦૧૭ની સાલમાં ૨૪૩૪૮ રજીસ્‍ટ્રેશન : લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં અપાયેલી લેખિત માહિતી

ન્‍યુદિલ્‍હી : વિદેશોમાં વસતા ભારતના નાગરિકો પણ વતનમાં યોજાતી ચૂંટણીઓમાં મતદાન કરી શકે તે માટે કેન્‍દ્ર સરકાર દ્વારા કરાયેલી જોગવાઇ અંતર્ગત ૨૦૧૪ની સાલમાં ૧૧૮૪૬ ઓવરસીઝ ઇલેકટર્સ તરીકે રજીસ્‍ટર થયા હતાં. જેમાં ૧૧૧૪૦ પુરુષો તથા ૭૦૬ મહિલાઓ હતી.

હવે ૨૦૧૭ની સાલમાં આ સંખ્‍યા ડબલ ઉપર થઇ જવા પામી છે. જે મુજબ ઓવરસીઝ ઇલેકટર્સ તરીકે નોંધાયેલ મતદારોની સખ્‍યા ૨૪૩૪૮ થઇ ગઇ છે. જેમાં ૨૨૪૨૮ પુરુષો તથા ૮૯૨૦ મહિલાઓ છે.

રસપ્રદ બાબત એ છે કે ૨૪૩૪૮ ઇલેકટર્સ પૈકી ૨૩૫૫૬ કેરાલાના છે. જયારે ૩૭ દિલ્‍હીના છે. જો કે વિદેશોમાં વસતા ભારતીયોની કુલ સંખ્‍યાની સરખામણીમાં રજીસ્‍ટ્રેશન કરાવનારાઓની સંખ્‍યા ઘણી ઓછી છે.

૧૫ ડિસેં. ના રોજ લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના લેખિત  જવાબમાં ઉપરોકત માહિતિ આપવામાં આવી હતી.

(10:00 pm IST)