Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

‘‘જનરલ હયુમન આઉટરીચ (GHO)'': યુ.એસ.માં ‘‘ડાઇવર્સિટી ન્‍યુયોર્ક''સૂત્ર સાથે ઉજવાયેલી GHOની રજત જયંતિ પ્રસંગે ૪ વ્‍યક્‍તિઓનું બહુમાન કરાયું: હેન્‍ડીકેપ્‍ટ લોકો માટે છેલ્લા ૨૦ વર્ષથી સેવાઓ આપતા ઇન્‍ડિયન અમેરિકન મહિલા સાઇકોલોજીસ્‍ટ સુશ્રી નિતા જૈનને સન્‍માનિત કરાયા

ન્‍યુયોર્કઃ યુ.એસ.માં ૧૫ નવેં. ૨૦૧૭ના રોજ ‘‘જનરલ હયુમન આઉટરીચ''ગાલા ન્‍યુયોર્ક અંતર્ગત ‘‘ડાઇવર્સિટી ન્‍યુયોર્ક'' સૂત્ર સાથે ઉજવાયેલી ૨૫મી વાર્ષિક જયંતિ નિમિતે સમાજના અપાહિજ તથા હેન્‍ડીકેપ્‍ટ લોકોને મદદરૂપ થવામાં વિશિષ્‍ટ યોગદાન આપવા બદલ ૪ વ્‍યક્‍તિઓનું બહુમાન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે હેન્‍ડીકેપ્‍ટ લોકો માટે છેલ્લા ૨૦ વર્ષતી સેવાઓ આપતા ઇન્‍ડિયન અમેરિકન મહિલા સાઇકોલોજીસ્‍ટ સુશ્રી નિતા જૈનનું સન્‍માન કરાયું હતું. ઉપરોક્‍ત સંસ્‍થા દ્વારા એશિયન અમેરિકન સંસ્‍કૃતિની જાળવણી માટે પણ વિવિધ આયોજનો કરવામાં આવે છે.

(8:38 pm IST)