Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

પાકિસ્‍તાન ખાતેના ભારતના નવનિયુકત હાઇ કમિશ્‍નર તરીકેનો ચાર્જ સંભાળતા શ્રી અજય બિસારીયા

ઇસ્‍લામાબાદ : પાકિસ્‍તાન ખાતે નવા નિમાયેલા ભારતના રાજદૂત શ્રી અજય બિસારીઆએ ગઇકાલ ૨૧ ડિસેં. ૨૦૧૭ ના રોજ પાકિસ્‍તાનના પ્રેસિડન્‍ટ  સમક્ષ થી પોતાની નિમણુંકના આધાર પુરાવા કર્યા હતાં.

પ્રેસિડન્‍ટ મમનૂન હુસેનએ તેમને આવકારી બંને દેશો વચ્‍ચેના સંબંધો વધુ દઢ બને તેવી આશા વ્‍યકત કરી હતી. શ્રી અજય ૨ વર્ષ માટે ઈસ્‍લામાબાદ ખાતે ભારતના હાઇ કમિશ્‍નર તરીકે જવાબદારી સંભાળશે. તેમની સમક્ષ હાલનો મોટો પડકાર કુલભૂષણ જાદવની ફાંસી રદ કરાવવાનો છે. તેઓ પૂર્વ હાઇકમિશ્‍નર શ્રી ગૌતમ બંબાવાલેનું સ્‍થાન સંભાળશે. આ અગાઉ પોલાન્‍ડ ખાતે ભારતના હાઇ કમિશ્‍નરની જવાબદારી સંભાળ્‍યા બાદ હવે તેઓ પાકિસ્‍તાન ખાતેના ભારતના ર૫ માં રાજદૂત બન્‍યા છે. 

(10:03 pm IST)