Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

‘‘રાધા ક્રિષ્‍ન સત્‍સંગ'' : યુ.એસ.માં જે.કે.યોગના ઉપક્રમે રાધા કુંજ, પાસેદેના કેલિફોર્નિયા મુકામે ૨૩ ડિસેં. શનિવારે કરાયેલું આયોજન : સત્‍સંગ, મેડીટેશન, વ્‍યાખ્‍યાન તથા પ્રસાદમાં તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ

કેલિફોર્નિયા : યુ.એસ.માં રાધા કુંજ, ૧૬૩૦ કેરેજ હાઉસ રોડ, પાસાદેના, કેલિફોર્નિયા મુકામે ૨૩ ડિસેં. શનિવારના રોજ રાધા કિષ્‍ન સત્‍સંગ, મેડિટેશન તથા આધાત્‍મિક વ્‍યાખ્‍યાનનું  આયોજન કરાયું છે.

જે.કે. યોગના ઉપક્રમે યોજાનારા આ પ્રોગ્રામનો સમય બપોરે ૪ થી ૬ વાગ્‍યા સુધીનો રહેશે. બાદમાં ડિનર પ્રસાદ અપાશે. તમામ માટે વિના મૂલ્‍યે પ્રવેશ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:12 pm IST)