Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

રિપબ્‍લીક પાર્ટીના બંન્‍ને ગૃહોના સભ્‍યોએ ટેક્ષ સુધારણા અંગેનું બીલ પસાર કર્યા બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ક્રીસમસના પર્વની ઉજવણી કરવા જતાં પહેલાં તે બીલ પર પોતાના હસ્‍તાક્ષર કર્યા બાદ તેણે કાયદાનું સ્‍વરૂપ ધારણ કર્યુ : આ નવા બીલથી મોટા કોર્પોરેશન તથા ધનીકોને ટેક્ષમાં અનેક પ્રકારનો ફાયદો રહેશે એટલે આ બીલ ધનવાનો માટે જ હોવાનું મોટા ભાગના અમેરીકાનો માની રહયા છે : આ બીલ દ્વારા દરેક લોકોએ હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ લેવાની પ્રણાલી હાલમાં ચાલુ છે તેને રદ કરવામાં આવેલ છે હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ લેવાનો રહેતો નથી

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) : રીપબ્‍લીકન પાર્ટીના સભ્‍યો માટે અને તેમાં અમેરીકના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના માથે તો જાણે પનોતી બેઠી હોય તેમ લગભગ આખુ વર્ષ અત્‍યંત ખરાબ નિવડશે એમ લાગતું હતું પરંતુ તેમણે એક અતિ મહત્‍વનું કામ કરીને તેની ઉજવણી કરવા માટે હકદાર બન્‍યા છે અને તે કાર્ય એ છે કે રીપબ્‍લીકન પાર્ટીના બંન્‍ને ગૃહોના સભ્‍યોએ હાલના ટેક્ષના માળખામાં અમુલ્‍ય પરિવર્તન લાવીને જરૂરી ક્રાંતિકારી ફેરફારો કરીને તે અંગેનું બીલ ડીસેમ્‍બર માસની ૨૦મી તારીખને બુધવારે પસાર કરતા એક મહાન જંગ જાણે તેમણે જીત્‍યો હોય તે અનુસાર તેની આનંદ અને ઉલ્લાસથી ઉજવણી કરી રહયા છે. ત્રીસ વર્ષના સમયગાળા દરમ્‍યાન સૌ પ્રથમ વખત જ ટેક્ષ કોડમાં ક્રાંતિકારી સુધારાઓ જોવા મળશે. મોટા ભાગના રહીશો એવું માનતા હતા કે રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ એકલા હાથે આ પૂર્ણ કરી શકશે નહીં પરંતુ તેમણે આજે બુધવારે ૨૦મી ડીસેમ્‍બરના રોજ પરીપૂર્ણ કરીને પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના ચરણોમાં મુકી દીધેલ છે.

હાલમાં રીપબ્‍લીકન પાર્ટીના રાજધ્‍વારી નેતાઓ આ ટેક્ષ બીલ પસાર થયું હોય તેની ઉજવણી કરી રહયા છે પરંતુ આ ઉજવણીની ભીતરની કરાણીમાં જાણવા મળે છે તેમ આ પક્ષની આંતરિક બાબતો અતિ ગુપ્‍ત છે અને તેમાં એક સાથે ચિટકી રહેવું એ અતિ કઠીન કાર્ય છે પરંતુ આ ટેક્ષ બીલની જે જોગવાઇઓ છે તેનાથી આવતા વર્ષે જે મધ્‍યવર્તી ચૂંટણી આવી રહેલ છે તેના પડઘા તેમાં પડશે એમ સતામાં રીપબ્‍લીકન પાર્ટીના આ ચુંટણીના ઉમેદવારો સતત ચિંતા સેવી રહયા છે.

ટેક્ષ બીલ અંગેનું જે નવું માળખું તૈયાર કરવામાં આવેલ છે અને તેને પસાર કરવામાં આવેલ છે તેને અત્રે વસવાટ કરતા મોટા ભાગનાં મતદારો પસંદ કરતા નથી. આ નવા ટેક્ષના માળખા ધ્‍વારા હાલમાં જે કોર્પોરેશનના ટેક્ષના દરો તથા ધનીક વર્ગ પર જે ટેક્ષ નાખવામાં આવેલ છે તેમાં મોટા પ્રમાણમાં શરત મળે તેમ છે તેની સામે મધ્‍યમ વર્ગમાં હાલમાં જીવતા રહીશોને પોતાના ટેક્ષમાં નજીવી શરત પ્રાપ્‍ત થશે. આ બાબતમાં રીપબ્‍લીકનોનું એવું માનવું છે કે ઉપલા વર્ગના લોકોના ટેક્ષના માળખામા ઘટાડો કરવાથી બાકીના ઓને નીચે લાવવાની તક મળશે. પરંતુ અમેરીકનો આ બાબતમાં શંકાસ્‍પદ છે.

આ નવા ટેક્ષ બીલ અંગે અમેરીકન પ્રજાનો એક અભિપ્રાય લેવામાં આવ્‍યો હતો જેમાં ૩૩ ટકા લોકો એવું જણાવી રહયા છે કે આ નવા પસાર કરવામાં આવેલ ટેક્ષ બીલ ધ્‍વારા મહદ અંશે ધનિકોનો ફાયદો થશે. આવતા માર્ચ મહિનામાં પ્રાયમરીની ચૂ઼ંટણીઓ આવી રહેલ હોવાથી રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓએ અમેરીકન પ્રજાને આ ટેક્ષથી કેવા કેવા પ્રકારના ફાયદાઓ થશે તેનાથી માહિતગાર કરવાની રહેશે અને તેમણે આ કાર્ય ઝડપથી શરૂ કરવાનું રહેશે. પરંતુ અમેરીકન પ્રજા આ નવા ટેક્ષ કોડથી કેટલો ફાયદો થશે તેમાંથી બરાબર માહિતગાર છે એટલે આ નેતાઓ પ્રજાને બેવકુફ બનાવી શકશે નહી. માર્ચ મહિનામાં પ્રાયમરીની ચૂંટણી પૂર્ણ થયા બાદ મે મહિનામાં વધુ પાંચ રાજયોની પ્રાયમરીની ચૂંટણી યોજવામાં આવશે.

હાલમાં સેનેટમાં રીપબ્‍લીકન પાર્ટીના સભ્‍યોની સંખ્‍યા પર ની છે અને ડેમોક્રેટીક પાર્ટીના સભ્‍યોની સંખ્‍યા ૪૮ ની છે પરંતુ અલાબામાં રાજયની સેનેટની જગ્‍યા માટે તાજેતરમાં ડેમોક્રેટીક પાર્ટીના સભ્‍ય ડગ જોન્‍સ વિજેતા બનતા આગામી જાન્‍યુઆરી માસ દરમ્‍યાન તેઓ સેનેટમાં બિરાજમાન થશે તેથી તે પક્ષના સભ્‍યોની સંખ્‍યા ૪૯ અને રીપબ્‍લીકન પાર્ટીના સભ્‍યોની સંખ્‍યા ૫૧ થશે પરંતુ આગામી મીડ ટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટીક પાર્ટીના સભ્‍યોને વધુ સંખ્‍યામાં ચુંટાઇ આવે તો રીપબ્‍લીકન પાર્ટીના સભ્‍યોએ સતાના સૂત્રોઁ ગુમાવવા પડે તો નવાઇની વાત નથી.હાઉસમાં ડેમોક્રેટીક પાર્ટીના સભ્‍યોએ સતાના સૂત્રો  હસ્‍તગત કરવા હોયતો ૨૪ જેટલી બેઠકો હસ્‍તગત કરવી પડે તેમ છે પરંતુ હાલમાં આ પાર્ટીનો સિતારે ચમકતો હોય એમ લાગે છે તેથી તે શકય બને તો નવાઇની વાત નથી. 

નવું જે ટેક્ષ બીલ પસાર કરવામાં આવેલ છે તેમાં તેના ૩૫ થી ૨૧ ટકા જેટલો કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડો કરવામાં આવેલ છે અને ધનવાનો ૫ર જે ૩૯ ટકા ટેક્ષ નાંખવામાં આવેલ છે તેની જગ્‍યાએ ૩૭ ટકા જેટલો ટેક્ષ સ્‍વીકારમાં આવશે તેની સાથે સાથે મધ્‍યમ વર્ગના અમેરીકનો માટે ડબલ સ્‍ટાન્‍ડર્ડ ડીડકસનનો પ્‍લાન રહેશે. પરંતુ તેમાં રાજય તેમજ લોકલ આવક તથા પ્રોપર્ટી ટેક્ષ ડીડકસનની મર્યાદા દસ હજાર ડોલરની રહેશે. વધારામાં જાણવા મળે છે તેમ દરેક વ્‍યકતીઓએ ફરજીયાત પણે હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ લેવાનો રહેતો હતો તે જોગવાઇને આ બીલ ધ્‍વારા રદ કરવામાં આવેલ છે અને તેથી ૧૩ મીલયન અમેરીકનો વિમા વિહોણા થઇ જશે એવું નિષ્‍ણાતો માની રહયા છે.

મોટા કોર્પોરેશનને ટેક્ષમાં જે શરત આપવામાં આવેલછે તેના બચાવમાં રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ કહે છે જે નાણાંની બચત થશે તેનાથી કોર્પોરેશનના માલિકો તેના ધંધામાં તે મૂડીનો ઉપયોગ કરીને પોતાનો બીર્ડીનેસનો વિકાસ કરશે અને તે ધ્‍વારા નવા લોકોને પોતાના ધંધામાં નોકરી આપશે જેથી વધુ પ્રમાણમાં અમેરીકનો નોકરી કરતા થશે.

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ આજે ફલોરીડા ક્રીસમસ વેકેશન પર જતાં પહેલાં આ નવા ટેક્ષ પર પોતાના હસ્‍તાક્ષર કર્યા હતાં અને તેથી તેને કાયદાનું સ્‍વરૂપ પ્રાપ્‍ત થયેલ છે. આ નવા કાયદાની અસર ચાલુ વર્ષે અને આગામી વર્ષ થી શરૂ  થશે એવું નિષ્‍ણાંતોએ જણાવ્‍યું છે.                                                                                                          

(11:10 pm IST)