Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

‘‘ટેક્‍સ કટ એન્‍ડ જોબ એકટ ૨૦૧૭'': યુ.એસ.માં ટ્રમ્‍પ સરકારના નવા કાયદા અંગે સમજુતિ આપવા ઇલિનોઇસ મુકામે મળી ગયેલી ASARPની મીટીંગઃ પેનલ ડીસ્‍કશન, પ્રશ્નોતરી, સહિતના કાર્યક્રમો સાથે રિઅલ એસ્‍ટેટ ઉદ્યોગને થનારી અસરો તથા ઇન્‍કમટેક્ષ વિષે માર્ગદર્શન અપાયુ

શિકાગોઃ તાજેતરમાં યુ.એસ.માં ૧૫ ડિસેં. ૨૦૧૭ના રોજ ‘‘એશોશિએશન ઓફ સાઉથ એશિઅન રિઅલ એસ્‍ટેટ પ્રોફેશ્‍નલ્‍સ'' (ASARP)નો બીજો વાર્ષિક પ્રોગ્રામ યોજાઇ ગયો.

મિડોસ કલબ,૨૯૫૦ ગોલ્‍ફ રોડ, રોલિંગ મિડોસ, ઇલિનોઇસ મુકામે યોજાયેલા બીજા વાર્ષિક પ્રોગ્રામમાં ભારતના શિકાગો ખાતેના કોન્‍સ્‍યુલ જનરલ સુશ્રી નિતા ભૂષણ, સ્‍ટેટ એટર્ની જનરલ, રિપબ્‍લીકન પાટી ચેરમેન, ૧૦મા ડિસ્‍ટ્રીકટના રિપબ્‍લીકન ટિકર ડો.પસન શાહ, શ્રી નિમિશ જાની, શ્રી નેન્‍સી સુવર્ણમણી, સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

પ્રોગ્રામનો મુખ્‍ય ઉદેશ નવા સૂચિત કરાયેલા ટેકસ, તેની કાયદાકીય તથા વ્‍યાવસાયિક અસરો, સહિતની બાબતે પેનલ ડીસ્‍કશન, પ્રશ્નોતરી, સાથે માર્ગદર્શન મેળવવાનો હતો.

દીપ પ્રાગટય બાદ શ્રી પ્રદીપ બી શુકલાએ ૧૯૮૬ની સાલ પછી હવે સૂચિત કરાયેલા નવા ટેક્‍સ દરોના કારણો અંગે માહિતિ આપી હતી. જેને ધ્‍યાને લઇને ટ્રમ્‍પ સરકારે ટેક્ષ કટ એન્‍ડ જોબ એકટ ૨૦૧૭'' રજુ કર્યો હોવાનું જણાવ્‍યું હતું પરંતુ તેમાં તાજેતરમાં સૂચવાયેલા ફેરફારો રિઅલ એસ્‍ટેટ ઉદ્યોગને હનિ પહોંચાડનારા હોવાનું જણાવ્‍યું હતું. તેથી નેશનલ એશોશિએશન ઓફ રિએલ્‍ટર્સએ મકાન ધારકોને યોગ્‍ય રાહત આપવા સમજાવ્‍યું હતું.

પેનલ ડીસ્‍કશન માટે એકત્ર થયેલા નામાંકિત એટર્ની વિદ્વાનોના મંતવ્‍ય મુજબ રિઅલ એસ્‍ટેટ ધરાવતા પ્રજાજનો  તથા GDP ઉપર આગામી દિવસોમાં ટેકસના ફેરફારોની અસર જોવા મળશે. પ્રશ્નોત્તરી દરમિયાન ઇન્‍કમ ટેક્ષ વિષે સમજુતિ આપવામાં આવી હતી. સાંસ્‍કૃતિક કાર્યક્રમો બાદ મીટીંગ સંપન્‍ન થઇ હતી. તેવું શ્રી સુરેશ તથા સુશ્રી ઉષા બોડીવાલાની યાદી જણાવે છે.

(11:09 pm IST)