Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

યુ.એસ.માં વૈશ્નવ ટેમ્પલ ઓફ ન્યુયોર્કના ઉપક્રમે ''અન્નકૂટ ઉત્સવ'' ઉજવાયોઃ ૨૫૦૦ ઉપરાંત વૈશ્નવો દર્શન તથા મહાપ્રસાદનો લાભ મેળવી ધન્ય બન્યા

ન્યુયોર્કઃ યુ.એસ.માં વૈશ્નવ ટેમ્પલ ઓફ ન્યુયોર્કના ઉપક્રમે દિવાળી ઉત્સવની ઉજવણી નિમિતે ૩ નવેં.૨૦૧૯ના રોજ અન્નકૂટ ઉત્સવનું આયોજન કરાયું હતું. જે પ્રસંગે ૨૫૦૦ ઉપરાંત વૈશ્નવો અન્નકૂટ દર્શન કરી ધન્ય બન્યા હતા. જે તમામ માટે ટેમ્પલ દ્વારા મહાપ્રસાદની વ્યવસ્થા કરાઇ હતી.

૧૯૮૮ની સાલમાં સ્થયાયેલ આ મંદિર નોર્થ અમેરિકાનું સૌપ્રથમ પુષ્ટિમાર્ગીય મંદિર ગણાય છે જયાં ગોવર્ધનનાથજી પ્રભુના દર્શન કરી વૈશ્નવો પ્રેરણાં મેળવે છે.

મંદિરમાં દર વર્ષે ધાર્મિક પ્રવૃતિઓ પણ થાય છે. તથા ઉત્સવો ઉજવાય છે. ઉપરાંત કોમ્યુનીટી સેવાઓ માટે સિનીયર સિટીઝન સેન્ટર, કોમ્યુટર કલાસ, ગુજરાતી કલાસ, યોગા કલાસના આયોજનો કરાયા છે. હેલ્થફેર પણ યોજાય છે. તેમજ કુદરતી આપતિઓ વખતે માનવ સેવાના કાર્યો પણ હાથ ધરાય છે.

અન્નકૂટ મહોત્સવની ઉજવણી પ્રસંગે સ્પેશીઅલ ગેસ્ટ તરીકે હાજર રહેલા શ્રી દિલીપ ચૌહાણએ મંદિર દ્વારા ઉત્સવના આયોજન માટે કરાયેલી મહેનતને બિરદાવી હતી. તથા મંદિરના પ્રેસિડન્ટ ડો.વિજય શાહ, ટ્રસ્ટી શ્રી અનિલ શાહ, તેમજ વોલન્ટીઅર્સ, ટેમ્પલ કમિટી બોર્ડ મેમ્બર્સ સહિતનાઓને બિરદાવ્યા હતા. આ તકે બોર્ડના ટ્રસ્ટી સ્વ. અરવિંદ શાહના ૩ માસ પહેલા થયેલા નિધનને યાદ કરી તેમની સેવાઓ બદલ શ્રધ્ધાંજલી આપી હતી. તેવું શ્રી દિલીપ ચૌહાણની યાદી જણાવે છે. 

(8:09 pm IST)