Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

ગુજરાતી માતા-પિતાના સાત વર્ષના કિશોરને ન્યૂઝીલેન્ડમાં કેપ્ટન જોડે ટોસ ઉછાળવા હાજર રહેવાની તક મળી

ન્યુઝીલેન્ડ : મૂળ હળવદના અને હાલ ન્યૂઝીલેન્ડમાં રહેતા નિલય અને ટીના રાવલના સાત વર્ષનો પુત્ર નિર્માણને ગુરુવારે સવારે ન્યૂઝીલેન્ડ ના કેપ્ટન વિલિયમસન જોડે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ પૂર્વે ટોસ ઉછાળવા મેદાન પર હાજર રહેવાની તક મળી હતી.

વર્ષે જાન્યુઆરીમાં પણ નિર્માણની બહેન હાના પણ વિરાટ કોહલી અને ન્યૂઝીલેન્ડ ના જ  કેપ્ટન જોડે ટોસ ઉછાળવા ગ્રાઉન્ડ પર ગઈ હતી. "નિર્માણ તેની બહેનને ટોસ ઉછાળવા ગ્રાઉન્ડ પર જતી

જોઈને ભારે રોમાંચિત થયો હતો. વખતે મારા પુત્રનો નંબર લાગ્યો ત્યારે અમારી ખુશીનો પાર નહતો. કેપ્ટન જોડે ગ્રાઉન્ડ ઉપર જવા માટેનું નિર્માણનું સ્વપ્ન પૂરું યું", પિતા નિલયે ન્યૂઝીલેન્ડ થી ટેલિફોન પર અખબારને જણાવ્યું.

"અમે નિર્માણને જણાવ્યું છે કે, નાની વયમાં સખત પરિશ્રમ અને ધગશ ધરાવી ક્રિકેટ રમતો રહેશે તો તેને પણ ભવિષ્યમાં ક્રિકેટર બનવાનો મોકો મળશે".

"નિર્માણ તેની શાળા વતી ક્રિકેટ અને ફૂટબોલ રમે છે. "શ્રેષ્ઠ ફૂટબોલના ખેલાડી" તરીકે તેને શાળામાંથી ટ્રોફી પણ મળી છે. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડના

કેપ્ટન જોડે ગ્રાઉન્ડ પર જવાનો રોમાંચ બાળકોનું મનોબળ વધારે છે અને રમતમાં પણ સારો દેખાવ કરવા માટે પ્રેરે છે".

નિલય અને ટીના રાવલ ન્યૂઝીલેન્ડના એક ગામમાં પ્રોવિઝન સ્ટોર ચલાવે છે.

"બે ઓવલ" ખાતે શરૂ થયેલી ટેસ્ટ મેચ માટે અમે સવારે એક કલાકમાં ગ્રાઉન્ડ ઉપર પહોંચી ગયા હતા. ગ્રાઉન્ડ ઉપર પહેલી વખત ટેસ્ટ મેચ રમાઇ રહી છે અને એમાં મારા પુત્રને ટોસ ઉછાળવા મળેલો મોકો અમે કદાપી નહીં ભલીશું ".

નિર્માણની બહેને વર્ષની શરૂઆતમાં જ્યારે બન્ને કેપ્ટન  જોડે ગ્રાઉન્ડ પર જવાનો મોકો મળ્યો હતો ત્યારે વિરાટ કોહલીને પોતાના હાથે દોરેલું પેઇન્ટિંગ ભેટ આપ્યું હતું. "નિર્માણ વેળા આવી કોઈ તૈયારી કરી શક્યો નહોતો".

 

"નિર્માણ અહીંની જે કલબ (ઈસ્ટન બે ઓફ પ્લેન્ટી) વતી ક્રિકેટ રમે છે તેના અન્ય ૫૦ બાળકો પણ હાથમાં ધ્વજ સાથે ગ્રાઉન્ડ પર બન્ને ટીમના કેપ્ટન જોડે રાષ્ટ્રગીત ગાવા માં પણ હાજર હતા", પિતાએ ઉમેર્યું.

ભારતનો ભૂતપૂર્વ ખેલાડી જવાગલ શ્રીનાથ ટેસ્ટમાં મેચ રેફરી તરીકેની ભૂમિકા ભજવી રહ્યો છે.

ન્યૂઝીલેન્ડના નવા ગ્રાઉન્ડ પર પહેલી વખત ટેસ્ટ મેચ રમાઇ રહી હોવાથી શરૂઆતમાં બોલને પેરેસુટ દ્વારા મેદાનમાં ઉતારાયો હતો. તેવું શ્રી ગીતા જાનીની યાદી દ્વારા જાણવા મળે છે.

(9:54 pm IST)