Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

અમેરિકામાં સિનીયર ફ્રેન્ડસ ઓફ ન્યુજર્સીના ઉપક્રમે ૩ નવેં.ના રોજ દિવાળી ઉત્સવ ઉજવાયોઃ સંસ્થાના ૬ઠ્ઠા વાર્ષિક ઉત્સવ તથા છ માસિક બર્થ ડેની ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરાઇઃ મેમ્બર્સને નવા વર્ષની શુભેચ્છા પાઠવી શુધ્ધ ચાંદીના સિક્કાની ભેટ અપાઇ

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ સીનીયર ફ્રેન્ડસ ઓફ ન્યુજર્સીની દીવાળી... ૬ઠ્ઠી વર્ષગાંઠ અને છ માસિક બર્થ ડે સેલિબ્રેશન ૩ નવેમ્બર ૨૦૧૯ના રોજ સવારે ૧૦ કલાકે સીનીયર ફ્રેન્ડસ ઓફ ન્યુજર્સી સંસ્થાનો છઠ્ઠો વાર્ષિક દિવસ, દિવાળી અને છ માસિક બર્થડેની ઉજવણી જર્સી સિટીના ન્યુઅર્ક એવન્યુમાં આવેલ હંગ્રી રેસ્ટોરન્ટના વિશાલ ભવ્ય ડાઇનીંગ હોલમાં આનંદ ઉલ્લાસ પૂર્વક કરી હતી. સંસ્થાને છ વર્ષ પુરા થવાનો આનંદ હાજર રહેલા સર્વ સભ્યોના મુખારવિંદ ઉપર સ્પષ્ટ પણે દેખાતો હતો. સાથે સાથે દીવાળી અને નૃતન વર્ષાભિનંદન કરી આનંદ વ્યકત કરતા હર્ષની લાગણી અનુભવતા હતા. ત્રણસો સભ્ય સંખ્યા ધરાવતી સંસ્થાના પ્રમુખ શ્રી ડો.મહેન્દ્ર શાહની રાહબરી નીચે શ્રી વસંત શાહ, મયુરી પટેલ બંને સેક્રેટરી સહીત શ્રી કાન્તીભાઇ પટેલ, શ્રી સુરેન્દ્ર પટેલ,શ્રી ચોકસી, શ્રી પરેશ પંડ્યા, મીસીસ પ્રવિણા પંડ્યા, મીસીસ મીના અને મીસીસ ભાનુ શાહ તથા અન્ય કારોબારી સભ્યોના અથાક મહેનતથી સંપૂર્ણ કાર્યક્રમ અભુતપૂર્વક સફળતાથી પૂર્ણ થયેલ.

સવારના ૧૦ થી ૧૧ સુધીમાં રજીસ્ટ્રેશન, જરૂરી ફી ભરેલ દરેક સભ્યોને એક ઔસના શુદ્ધ ચાંદીના સિક્કાની ભેટ સાથે ચટાકેદાર એપેટાઇઝરથી કાર્યક્રમની શરૂઆત, મયુરી પટેલની પ્રભુ પ્રાર્થનાથી કરવામાં આવેલ. સંસ્થાના પ્રમુખ ડો. મહેન્દ્ર શાહે સંસ્થાની ટુક માહિતી આપતા હાજર રહેલ આમંત્રિત મહેમાનો ચેરમેન અને ગ્રાન્ડ સ્પોન્સર શ્રી પીયુષ પટેલ, બી સી બી બેન્કના પ્રેસીડન્ટ એન્ડ સી ઇ ઓ શ્રી ટોમ પરમ એડલ્ટ ડે કેર સેન્ટરના પ્રેસીડન્ટ એન્ડ સી ઇ ઓ શ્રી વિપુલ અમીન, બી સી બી બેન્કના જર્સી સીટી બ્રાન્ચના બ્રાંચ મેનેજર શ્રીમતી જીજ્ઞાસા પટેલ, મીલેરી, નોર્થ બર્ગન બીઝનેસ એન્ડ સિટીઝન્સ કાઉન્સિલનાં સી ઇ ઓ શ્રીમતી રેખાબેન નન્દવાણી, ડેમોક્રેટીક પાર્ટીના સ્ટીયરીંગ મેમ્બર, અપા ઘર રિયલ્ટીનાં પ્રતિનિધિ શ્રી ભુપેન્દ્રભાઇ શાહનુ સન્માન શબ્દોથી સાથે ફલાવર બુકેથી કરવામાં આવ્યું. જવાબમાં શ્રી પીયુષ પટેલ, શ્રી ટોમ, શ્રી વિપુલ અમીન, શ્રીમતી જીજ્ઞાસા પટેલ, મીલેરી- શ્રીમતી રેખાબેન નન્દવાણીએ સંસ્થાની પ્રગતિ માટે અને સર્વે સભ્યોને દિવાળીની શુભકામનાઓ પાઠવી બી સી બી બેંક કોમ્યુનીટી સર્વિસ માટે જાણીતી છે અને શ્રીમતી જીજ્ઞાસાબેને ભવિષ્યમાં પણ કોમ્યુનીટી માટે મદદરૂપ થવાનું વચન આપેલ.

ત્યારબાદ સંસ્થાના સભ્યો જેમની બર્થ ડે જુલાઇ  થી ડીસેમ્બર છે તેમને માટે હેપી બર્થડેનું મધુર ગીત ગાઇને અને કેક કાપીને તેમના દીધાયુ માટે પ્રાર્થના સાથે શુભેચ્છા પાઠવેલ. સંસ્થાએ સૌ પ્રથમ વખત જ અમેરિકામાં વસતા આપનાજ નાનકડા ભૂલકાઓ રાઇઝીંગ લીટસ સ્ટાર્સ-ઝગમગતે તારે જેવા લીટલ ચેમ્પિયંસ સર્વ શ્રી ઓમ ગુહા, કિષા ભટ્ટ અને ઇશાન ટેન્ગારાલા ના ગીત સંગીતની મીઠી સુરાવલીઓથી સતત બે કલાક સુધી મનોરંજન કરી મંત્રમુગ્ધ કરેલ. સમારંભને અંતે રાફેલ ડ્રો કરી વિજેતાઓને ૩૨''નુ એલ ઇ ડી કલર ટી વી શ્રીમતી ભાનુ શાહ કોફી મેકર શ્રી રમણભાઇ પટેલ અને રાઇસ કુકર શ્રીરતીભાઇ પટેલને ઇનામોના સ્પોન્સર શ્રી વિષ્ણુભાઇ પટેલ સુહધામ ટુર્સ એન્ડ ટ્રાવેલ અને હોલ્સમેન ફીઝીકલ થેરેપી દ્વારા એનાયત કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું વિડીયો અને ફોટોગ્રાફી શ્રી મહિપત મુલાણી દ્વારા કરેલ. અંતમાં હન્ગ્રી રેસ્ટોરંટનું મનભાવન લંચ અન્ગુરી બાસુદી પાતરા, દહીવડા અને અન્ય મનભાવન વાનગી સાથે ડેઝર્ટ આઇસ્ક્રીમ સાથે સંતૃષ્ટિ સાથે સમાપ્ત થયેલ તેવું માહિતી સંકલન સાથે ડો. મહેન્દ્ર શાહની યાદી જણાવે છે.

(9:53 pm IST)