Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ભારતની ૧ લાખ સ્કુલોને દત્તક લેવાનો ''એકલ વિદ્યાલય ફાઉન્ડેશન''નો લક્ષ્યાંક હાંસલઃ યુ.એસ.ના ન્યુયોર્કમાં યોજાયેલા ગાલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં કરાયેલી ઘોષણાં

ન્યુયોર્કઃ જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે શ્રેષ્ઠ શિક્ષણ પુરૂ પાડવા કાર્યરત નોનપ્રોફિટ ''એકલ વિદ્યાલય ફાઉન્ડેશન''એ ૯ નવેં.૨૦૧૯ના રોજ ૧ લાખ સ્કુલોને દત્તક લેવાનો લક્ષ્યાંક પૂર્ણ કરી લીધો છે. આ બાબતની ઘોષણાં ન્યુયોર્કમાં યોજાયેલ ફયુચર ઓફ ઇન્ડિયા ગાલા પ્રોગ્રામમાં કરાઇ હતી.

આ તકે ૩.૧ મિલીયન ડોલરનું ફંડ ભેગુ થઇ ગયુ હતું. તેમજ ત્યાર પહેલા લોસ  એન્જલસ મુકામે યોજાયેલા ગાલા પ્રોગ્રામમાં ૨ મિલીયન ડોલર ભેગા થઇ ગયા હતાં.

ઉલ્લેખનીય છે કે ભારતના છેવાડાના તથા પછાત વિસ્તારોમાં વસતા જરૂરીયાતમંદ પરિવારોના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ અપાવી સમાનતા તથા સમાજસેવાનો સંદેશ ફેલાવવા બદલ એકલ વિદ્યાલય ફાઉન્ડેશનને ભારત સરકારનો ''ગાંધી પીસ પ્રાઇઝ'' એવોર્ડ મળેલો છે.

(8:17 pm IST)