Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

ફૂગાવાનો દર વધતા આવતા વર્ષે તમામ સીનીયર ભાઇ બહેનોને પોતાને મળતી સોશ્યલ સીકયોરીટીની રકમમાં એક અંદાજ અનુસાર ૪૦ ડોલર જેટલી રકમનો થનારો વધારો : ફુગાવાનો દર ર.૮ ટકા વધતા સોશ્યલ સીકયોરીટીની રકમમાં પણ આવતા વર્ષથી વધારો થશે : આગામી વર્ષથી મળવાપાત્ર સોશ્યલ સીકયોરીટીની રકમમાં અચાનક વધારો થનાર હોવાથી તમામ સીનીયર ભાઇ બહેનોમાં પ્રસરેલી આનંદ અને ઉલ્લાસની લાગણી

 (કપિલા શાહ દ્વારા) શિકાગોઃ ર૦૧૯ ના વર્ષ માટે કોસ્ટ ઓફ લીવીંગ એડજસ્ટમેન્ટ જેને અંગ્રેજીમાં કોલા કહેવામાં આવે છે, તેના દરમાં વધારો થતા જે સીનીયર ભાઇ બહેનોને નિયમ અનુસાર સોસીયલ સીકયોરીટી મળે છે, તેમં આગામી વર્ષથી વધારો મળશે અને  એક અંદાજ અનુસાર તે વધારો ૪૦ ડોલરની આજુબાજુમાં  રહેવા સંભવ છે. એટલે કે જે ભાઇ બહેનોનો માસીક જે સોસીયલ સીકયોરીટીની રકમ મળે છે તેમા આટલા પ્રમાણની રકમનો વધારો  જોવા મળશે.

સામાન્ય રીતે ફૂગાવાનો દર વધતાં દરેક વ્યકિતઓના શીરે વધારાનો ખર્ચ આવે છે. તેથી સરકારે આ સમગ્ર બીનાને ગણતરીમાં લઇને આવતા વર્ષ માટે ર.૮ ટકાનો કોલામાં વધારો બહાર પાડેલ છે.

જે સીનીયર ભાઇ બહેનો કે જેઓ સોસીયલ સીકયોરીટી પર પોતાનો જીવન નિર્વાહ વિતાવે છે તેઓને પ્રતિ માસે ૪૦ ડોલરનો વધારો એક આર્શીવાદ સમાન થઇ પડે તો નવાઇની વાત નથી. દરેક વ્યકિતઓને  પોતાના જીવન નિર્વાહ માટે એક અંદાજ અનુસાર ૮૦ ટકા વધારાની આવશ્યકતા રહે છે કે જે દ્વારા તેઓ પોતાનું વ્યવસ્થિત રીતે માસીક ગુજરાન ચલાવી શકે પરંતુ આ રકમ હાલના નિયમઅનુસાર પ્રાપ્ત થતી હોવાથી જે મળ્યું તેમા સીનીયરો  આનંદ માણે એ સ્વાભાવીક બીના છે.

રાષ્ટ્રીય ધોરણે અને  ર૦૦૦ થી લગભગ તમામ સીનીયર ભાઇ બહેનોએ પોતાની ખરીદ શકિતનો પાવર ગુમાવી દીધેલ છે. આથી કોલોની જે ટકાવારી વધારવી જોઇએ તે વધી શકતી નથી. આથી એક અંદાજ અનુસાર પ્રતિ માસે  બીજા ૪૦ ડોલર ઓછા પ્રાપ્ત કરે છે, જો કે પ્રતિ વર્ષે હાલમાં દરેક સીનીયર ભાઇ બહેનો ૪૮૦ ડોલર પ્રાપ્ત કરશે એ ચોકકસ બીના છે.

વધારામાં મોટા ભાગના સીનીયર ભાઇ બહેનો એમ માની રહ્યા હશે કે મને પણ ૪૦ ડોલરનો વધારો મળશે પરંતુ તેવું નથી દરેક વ્યકિતનો વ્યકિતગત કેસ હોય છે અને હાલના નિયમ અનુસાર મળવા પાત્ર રકમ જ તેએોને મળશે. આ અંગે જેઓને સંશય હોય તેમણે સોસીયલ સીકયોરીટી ઓફિસનો સંપર્ક કેળવવો હિતાવહ થઇ પડશે.

(10:38 pm IST)