Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

અમેરીકાની ભીન્ન ભીન્ન કોન્સ્યુલેટ ઓફીસમાં પાસપોર્ટ સેવા પ્રોજેકટનો થયેલો પ્રારંભ : વોશીંગ્ટન ડીસીમાં યોજવામાં આવેલ સમારંભમાં રાજયકક્ષાના વિદેશ પ્રધાન જનરલ વી.કે.સીંધે આપેલી હાજરીઃ લંડનમાં ર૪મી ઓકટોબર ર૦૧૮ ના રોજ અને ત્યારબાદ ર૧મી નવેમ્બરના રોજ ન્યુયોર્કની કોન્સ્યુલેટ ઓફિસમાં તેની શરૂઆત થઇઃ હવે ટુંક સમયમાં શિકાગો, સાન ફ્રાન્સિસ્કો તથા હયુસ્ટનમાં તેનો પ્રારંભ થશેઃ વોશીંગ્ટન ડી.સી.ના યોજવામાં આવેલા સમારંભમાં ભારતીયોએ મોટી સંખ્યામાં આપેલી હાજરી

 (કપિલા શાહ દ્વારા) શિકાગોઃ વૈશ્વિક સ્તરે  પાસપોર્ટ સેવા પ્રોજેકટનો અમલ શરૂ થાય તે માટે વોશીંગ્ટન ડીસીમાં નવેમ્બર માસની ર૪મી તારીખે એક સમારંભનું આયોજન થયુ હતુ. ભારત સરકારના વિદેશ ખાતાના પ્રધાન નિવૃત વી.કે.સીંધે હાજરી આપી હતી આ પ્રસંગે ભારતીય સમાજના આગેવાનો તેમજ શુભેચ્છકો પણ મોટી  સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ભારતમાં અને વિદેશોમાં વસવાટ કરતા ભારતીય સમાજના લોકોને ભારતીય પાસપોર્ટ પ્રાપ્ત કરવા માટે કેન્દ્ર સરકારે પાસપોર્ટ સેવા પ્રોજેકટનો અમલ શરૂ કર્યો હતો. અને તેના પ્રથમ શ્રીગણેશ લંડનમાં ગયા મહીનાની  ર૪મી તારીખે કર્યા હતા. અને વિદેશ ખાતાના નાયબ પ્રધાન વી.કે. સીંગે પણ તે વેળા હાજરી આપી હતી અને તેમના વરદ હસ્તે ભારતીય સમાજના રહીશોને પાસપોર્ટ આપવામાં આવ્યા હતા.

ભારતીય સમાજના રહીશોને પાસપોર્ટ મેળવવા માટે હાલના નિયમોમાં અનેક ફેરફારો કરવામાં આવેલ છે. અને તેને સરળ બનાવવામાં આવેલ છે તેથી તેઅ ોને હવે લેશમાત્ર તકલીફો પડશે નહી એવું તેમણે જણાવ્યું હતુ.

આ અહેવાલ તૈયાર થઇ રહ્યો છે તે પ્રસંગે એટલાન્ટાની કોન્સ્યુલેટ ઓફિસમાં પણ તેનો પ્રારંભ શરૂ કરવામાં આવેલ છે અને હયુસ્ટન, સાન ફ્રાન્સિીસ્કો તથા શિકાગોની કોન્સ્યુલેટ ઓફિસમાં પણ આ પ્રોજેકટનો અમલ શરૂ કરાશે.

(10:36 pm IST)