Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

ભારતના કેરાલાના દર્દીઓની વહારે ઇન્ડિયન અમેરિકન વોલન્ટીઅર્સની ટીમઃ નિષ્ણાંત તબીબો, નર્સ, તથા વોલન્ટીઅર્સ સાથે આવેલી ટીમએ સ્ટેટના જુદા જુદા ૧૬ વિસ્તારોના ૩ર૦૦ જેટલા દર્દીઓની આરોગ્ય સુશ્રૃષા કરી

કેરાલા :  '' લેટ ધેન સ્માઇલ અગેઇન'' ભારતના કેરાલાના છેવાડાના વિસ્તારોમાં વસતા જરૂરિયાતમંદ નાગરિકોની આરોગ્ય સેવાઓ માટે તાજેતરમાં સપ્ટે. માસમાં અમેરિકાના સ્ટેફોર્ડ ટેકસાસ સ્થિત નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશનએ કેરાલાના જુદા જુદા ૧૬ અંતરીયાળ વિસ્તારોમાં જઇ સેવાઓ આપી હતી. જે અંતર્ગત ૩ર૦૦ જેટલા દર્દીઓની આરોગ્ય સુશ્રૃષા કરાઇ હતી.

નિષ્ણાંત તબીબો, નર્સ તેમજ વોલન્ટીઅર્સ સાથેની આ ટીમે ૩૯ ઓપરેશન કરી આપ્યા હતા. ૧ હજાર ફ્રુટ તથા કીટ પેકેટ વિતરણ કર્યા હતા. અમેરિકાના ૩૦ તથા સ્થાનીક ૧પ૦ જેટલા વોલન્ટીઅર્સ ભાઇ બહેનો આ સેવામાં જોડાયા હતા. જેમાં મદ્રાસ ક્રિશ્ચીયન કોલેજ, પુષ્પાગીરી મેડીકલ કોલેજ, સહિતનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ આરોગ્ય સેવાઓ માટે ટેકસાસ માંથી ૪૦ હજાર ડોલરનું ડોનેશન મળ્યું હતુ.

(10:34 pm IST)