Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

બનાવટી વિઝા કૌભાંડનો ભોગ બનેલા ભારતના 13 મજૂરોને ટાન્ઝાનિયામાં 6 માસની જેલ

દારેસલામ : ટાન્ઝાનિયામાં કડિયા,સુથાર,તેમજ લુહાર સહિતના મજૂરોની જરૂર છે.તેવા આકર્ષણ સાથે વર્ક વિઝા અપાવી દેનાર એક એજન્ટની માયાજાળનો ભોગ ભારતના 13 મજૂરો બન્યા છે.જેમાં 8 વેસ્ટ બેંગાલના છે.આ મજૂરોને વિઝા ઓન એરાઇવલ મળી જશે તેવું જણાવી ટાન્ઝાનિયા મોકલાયા હતા.જ્યાં પહોંચ્યા પછી થયેલા ચેકીંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેઓ બનાવટી વિઝા કૌભાંડનો ભોગ બન્યા છે.આ મજૂરોને દારેસલામ કોર્ટએ 6 માસની સજા ફરમાવતા તેમના પરિવારજનોએ સરકાર સમક્ષ રજુઆત કરતા 4 થી 5 માસમાં તેઓને છોડાવી દેવાનું આશ્વાસન અપાયું છે.તેમજ આ કૌભાંડ આચરનાર દલાલની પણ ધરપકડ કરશે તેમ જણાવાયું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:15 pm IST)