Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

અમેરિકાના પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં મત ઈમેલથી કે બેલેટ પેપરથી ? : રાજકીય પક્ષો વચ્ચે ચર્ચાનો મુદ્દો : કોવિદ -19 ના કારણે આ વખતની ચૂંટણીમાં ઈમેલથી વોટિંગનું પ્રમાણ વધવાની શક્યતા

વોશિંગટન : અમેરિકામાં 3 નવેમ્બર 2020 ના રોજ યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં વોટિંગ માટે ઈમેલથી અથવા પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનનો મુદ્દો રાજકીય પક્ષો માટે ચર્ચાનો વિષય બની ગયો છે.તેવા સંજોગોમાં મતદાન માટે ઉમેદવારોની યાદી બતાવતી સ્લીપ ઈમેલ દ્વારા મતદારોને મોકલાઈ રહી છે.
ઇન્ડિયન અમેરિકન ફ્રિલાન્સર મહિલા સુશ્રી નીરા સોહોની દ્વારા મતદારોની જાણકારી માટે સ્લીપ તૈયાર કરવામાં આવી છે.જે વિદેશમાં રહેતા અમેરિકન મતદારો માટે પણ ઉપયોગી થનારી છે.જેઓ ઈમેલથી મત આપી શકે છે.
કોરોના વાઇરસના કહેરને કારણે જે લોકો ઘરની બહાર નીકળતા નથી અથવા મતદાનના દિવસે સ્થળ ઉપર હાજર નથી તેવા મતદારો આ ઈમેલથી મત આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે રિપબ્લિકન ઉમેદવાર વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને બેલેટથી થતા મતદાન ઉપર ભરોસો ન હોવાથી તેઓ ઈમેલ દ્વારા મત આપવાના આગ્રહી છે.સાથોસાથ  દેશના મોટા ભાગના રાજ્યોમાં ઈમેલથી વોટિંગની પ્રથાને પ્રોત્સાહિત કરાઈ રહી છે.એક સમયે પોસ્ટ વિભાગને બેલેટ પેપર છાપવા માટે ટ્રમ્પ દ્વારા ફંડ આપવાનું રોકી રહ્યા હોવાનો પણ આક્ષેપ થયો હતો.

 

(6:20 pm IST)