Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

યુ.એસ.માં યુગલકુંજ રાધાક્રિશ્ન ટેમ્પલ દુલુથ જયોર્જીયા મુકામે ૪ તથા ૫ ઓકટો.૨૦૧૯ દરમિયાન રાસ ગરબાની રમઝટ

જયોર્જીયાઃ યુ.એસ.માં યુગલ કુંજલ રાધાક્રિશ્ન ટેમ્પલ એન્ડ કોમ્યુનીટી સેન્ટરના ઉપક્રમે ૪ તથા ૫ ઓકટો ૨૦૧૯ શુક્રવાર તથા શનિવારના રોજ નવરાત્રિ ઉત્સવ ઉજવાશે.

યુગલ કુંજ,૨૭૬૯, દુલુથ હાઇવે જયોર્જીયા મુકામે થનારી ઉજવણી અંતર્ગત ૨૯ સપ્ટેં.થી ૮ ઓકટો.૨૦૧૯ દરમિયાન દૈનંદિન આરતી સાંજે સાત વાગ્યે થશે તથા ૪ અને ૫ ઓકટો.ના રોજ રાત્રે ૯ વાગ્યાથી સવારે ૧ વાગ્યા સુધી ગરબાની રમઝટ બોલશે. સુધી ગરબાની રમઝટ બોલશે. જે અંતર્ગત આરતી રાત્રે ૧૧ વાગ્યે થશે તેવું જાણવા મળે છે.

(8:55 pm IST)