Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

યુ.એસ.ના ન્યુયોર્કમાં જેન્ડર ઇકિવટી કમિશ્નર તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી સુશા આહુજાની નિમણૂંક

ન્યુયોર્કઃ ન્યુયોર્ક સીટી મેયર બિલ ડે બ્લાસિઓએ ૧૭ સપ્ટેં.૨૦૧૯ના રોજ ઇન્ડિયન અમેરિકન મહલિા સુશ્રી સશા આહુજાની કમિશન ઓન જેન્ડર ઇકિવટીના નવનિયુકત કમિશ્નર તરીકે નિમણુંક કરી છે.

ઉપરોકત કમિશન દ્વારા શહેરમાં મહિલાઓ તથા પુરૂષો તથા ટ્રાન્સજેન્ડર સહિત તમામ લોકો સાથે સમાનતાભર્યો વહેવાર થાય તે માટે કામગીરી બજાવવામાં આવે છે.

ઉપરોકત હોદા ઉપર કામગીરી ઉપરાંત સુશ્રી આહુજા ગર્લ્સ ફોર જેન્ડર ઇકવીટી ચિફ તરીકે તેમજ ન્યુયોર્ક સીટીસ ઇકવલ એમ્પલોયમેન્ટ પ્રેકટીસીસ કમિશન ચેર તરીકે સેવાઓ આપશે.

(8:16 pm IST)