Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

લંડનમાં ભારતીય મૂળના ર પરિવારોના ઘરમાં ઘાડપાડુઓ ત્રાટકયાઃ સોનાના દાગીના, રોકડ તથા માલમત્તા લૂંટી લઇ ભાગી છૂટયા

લંડનઃ લંડનમાં ભારતીય મૂળના ર પરિવારના ઘરમાં સોનાના દાગીના તથા રોકડ રકમ સહિતની ચીજવસ્તુઓ લુંટી જવાની ઘટના બની છે. જે મુજબ શુક્રવારે એકલી રહેતી ભારતીય મૂળની ૮૧ વર્ષીય મહિલાના હાથમાં પહેરેલી ૪ બંગડીઓ ઝુટવી જઇ ઘાડપાડુઓ ભાગી છૂટ્યા હતા. તથા બીજા બનાવમાં ૫૩ વર્ષીય મહિલા તથા તેના ૬૫ વર્ષીય પતિને મારકૂટ કરી ધાડપાડુઓ સોના-ચાંદી સહિત ઘરેણાં અને માલમત્તા લૂંટી ગયા છે. સ્કોટલેન્ડ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:13 pm IST)