Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

દુબઈમાં ફસાયેલા ભારતીયોની વહારે" ઇન્ડિયન કોમ્યુનિટી વેલ્ફેર ફંડ ": 375 લોકોને વતનમાં પાછા ફરવા એર ટિકિટની વ્યવસ્થા કરી આપી : 600 જેટલા શ્રમિકોને નિર્વાહ ભથ્થું આપ્યું તથા આરોગ્ય સુવિધાઓ આપી : ભારતીય કોન્સ્યુલેટ જનરલએ સમાચાર સૂત્રોને આપેલી માહિતી

દુબઇ : રોજીરોટી રળવા દુબઇ ગયા પછી લેભાગુ એજન્ટોની જાળમાં ફસાતા ભારતીયોની વહારે આવેલા " ઇન્ડિયન કોમ્યુનિટી વેલ્ફેર ફંડ "ની સેવાઓની સરાહના કરતા  ભારતીય કોન્સ્યુલેટ જનરલએ સમાચાર સૂત્રોને આપેલી માહિતી મુજબ છેલ્લા 6 માસમાં  375 લોકોને વતનમાં પાછા ફરવા એર ટિકિટની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.600 જેટલા શ્રમિકોને નિર્વાહ ભથ્થું આપ્યું તથા આરોગ્ય સુવિધાઓ આપી તેમજ 52 મૃતદેહ વતનમાં પરત મોકલવા માટે સહાય કરવામાં આવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:55 pm IST)