Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

અમેરિકામાં પાર્થ ઓઝા સાથે રાસ ગરબાની રમઝટનો લહાવો : ઇન્ડિયન એશોશિએશન ઓફ સેન્ટ્રલ કનેક્ટિકટ IAOCC ના ઉપક્રમે 14 સપ્ટેમ્બર 2019 શનિવારના રોજ યોજાનારો પ્રોગ્રામ

(દિપ્તીબેન જાની દ્વારા) : ન્યુજર્સી : યુ.એસ.માં ઇન્ડિયન એશોશિએશન ઓફ સેન્ટ્રલ કનેક્ટિકટ IAOCC ના ઉપક્રમે 14 સપ્ટેમ્બર 2019 શનિવારના રોજ રાસ ગરબાની રમઝટ બોલશે

XL સેન્ટર 1,સિવિક પ્લાઝા,હાર્ટફોર્ડ ,ઇન્ડોર એર કંડીશન પેક મેદાનમાં કનેક્ટીકટ મુકામે યોજાનારા રાસ ગરબા પ્રોગ્રામમાં પાર્થ ઓઝા ખેલૈયાઓને ગરબે ઘુમાવશે જે માટે મેદાનના દરવાજા સાંજે 5-30 કલાકે ખુલ્લા મૂકી દેવાશે સાથોસાથ સ્ટ્રીટમાં ફ્રી પાર્કીંગની સુવિધા છે.

210 એસિલમ સ્ટ્રીટ ,હાર્ટફોર્ડ મુકામે XL ગેરેજમાં 5 ડોલરમાં પ્રીમિયમ પાર્કિંગની સુવિધા રાખવામાં આવી છે.

રાસ ગરબા પ્રોગ્રામમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે વિના મુલ્યે પ્રવેશ છે.5 વર્ષથી 12 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે એડવાન્સ ટિકિટનો દર 5 ડોલર રાખવામાં આવ્યો છે.તથા સ્ટુડન્ટ અને સીનીઅર સીટીઝન માટે 10 ડોલર ,તથા પુખ્ત વયનાઓ માટે 12 ડોલર રાખવામાં આવેલ છે.

સ્થળ ઉપર સ્ટુડન્ટ તથા સીનીઅર સીટીઝન માટે 12 ડોલર અને પુખ્ત વયનાઓ માટે 15 ડોલર ટિકિટ રાખવામાં આવી છે.એર કન્ડીશન્ડ પેક મેદાનમાં વરસાદ કે તડકાનો ડર રાખ્યા વિના મુક્તપણે ઘુમવાનો આનંદ માણવા ટિકિટ કમિટી મેમ્બર્સ પાસેથી ખરીદ કરી શકાશે અથવા ઓનલાઇન  www. Hungamacity.com દ્વારા મેળવી શકાશે

ટિકિટ, જાહેરાત ,તથા બુથ બુકીંગ માટે સુશ્રી પૂર્ણિમા શાહ 508-494-4024,શ્રી ધીલન શાહ 860-878-9000,શ્રી બકુલ દેસાઈ 860-748-1885,સુશ્રી સીમા સીંઘ 860-796-6447,અથવા શ્રી વિવેક દેસાઈનો કોન્ટેક ન.860-967-7983 દ્વારા સંપર્ક સાધવા IAOCC ની યાદીમાં જણાવાયું છે.

(1:28 pm IST)