Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

અમેરિકામાં વસતા ભારતીયોએ ચીન વિરુદ્ધ દેખાવો કર્યા : શિકાગો મુકામે આવેલા ચીનના દૂતાવાસ સામે સૂત્રોચ્ચાર સાથે શાંતિપૂર્ણ રેલીનું આયોજન કર્યું : કોમ્યુનિટી અગ્રણી ડો.ભરત બારાઈએ ચીન વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો

શિકાગો : ભારત અને ચીનની બોર્ડર ઉપર લડાખ સરહદે ચીનની ઘૂસણખોરીને કારણે શરૂ થયેલા ઘર્ષણ અને 20 ભારતીય સૈનિકોની શહીદીથી ઉશ્કેરાયેલા અમેરિકામા વસતા ભારતીયોએ શિકાગો મુકામે આવેલા ચીનના દૂતાવાસ સામે વિરોધ વ્યક્ત કરવા સૂત્રોચ્ચાર સાથે શાંતિપૂર્ણ રેલીનું આયોજન કર્યું હતું
શિકાગોમાં આયોજિત રેલી અનુસંધાને કોમ્યુનિટી અગ્રણી ડો.ભરત બારાઈએ જણાવ્યું હતું કે ભારતની લડાખ બોર્ડર ઉપર ચીનની ઘૂસણખોરી કોઈપણ સંજોગોમાં ચલાવી ન શકાય ,તેમજ ચીનની વિરુદ્ધ દેખાવો કરી તેનો બહિષ્કાર કરવામાં અમેરિકામાં વસતા ભારતીયો સહીત સમગ્ર વિશ્વ ભારત દેશ સાથે છે.
ચીનની બદદાનત સામે અમે ચૂપ નહીં રહી શકીએ

(6:07 pm IST)