Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

''ઇન્ટરનેશનલ કોનાર્ક ફેસ્ટીવલ''ઃ યુ.એસ.ના હયુસ્ટનમાં ઓડિસી એકેડમી આયોજીત પ્રોગ્રામથી ૩૦૦ ઉપરાંત દર્શકો મંત્રમુગ્ધઃ સિતાર તથા તબલાની જુગલબંધી, સુર્યસ્તુતિ, યોગા,કલાસિકલ ડાન્સ, વિષ્ણુ દશાવતાર તથા રામાયણના પ્રસંગો વર્ણવતી કૃતિઓ રજુ કરાઇ

હયુસ્ટનઃ યુ.એસ.ના હયુસ્ટનમાં ૮ જુનના રોજ ત્રીજો વાર્ષિક ઇન્ટરનેશનલ કોનાર્ક ફેસ્ટીવલ યોજાઇ ગયો.

વિઝડમ હાઇસ્કૂલ ખાતે યોજાયેલા આ ફેસ્ટીવલમાં એક જ છત્ર હેઠળ ડાન્સ, મ્યુઝીક ફુડનું આયોજન કરાયુ હતું. આ ફેસ્ટીવલમાં ૩૦૦ ઉપરાંત લોકો જોડાયા હતા.

ફેસ્ટીવલ અંતર્ગત ભારતીય વાદ્યો ફલુટ, સિતાર તથા તબલાની જુગલબંધી સાથે ત્રિતાલ તથા રાગ યમનએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઉપરાંત સુર્યસ્તુતિ, યોગા, કલાસિકલ ડાન્સ આસામ ફોક ડાન્સ, વાયોલિન વાદન, વિષ્ણું દશાવતાર, સીતા હરણ સહિતની રામાયણની કૃતિઓ રજુ કરાઇ હતી.

ઓડિસી એકેડમી આયોજીત આ પ્રોગ્રામ ઇન્ડિયન કલાસિકલ ડાન્સ તથા મ્યુઝીકથી હયુસ્ટનના પ્રજાજનોને વાકેફગાર કરવાનો હતો. જેમાં ઉપરોકત સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત આસામ, બેંગાલ, મણિપુર, તેમજ ઓડિસાની વિવિધ ૧૯ જેટલી વાનગીઓનો સ્વાદ પણ સહુએ માણ્યો હતો. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:04 pm IST)
  • ૨૦૧૭ રાજયસભાની ચૂંટણી મામલે હાઈકોર્ટે અહેમદ પટેલની અરજી ફગાવી પીટીશનની કોપીની ખરાઈ એફએસએલ પાસે કરાવવાની હતી access_time 6:27 pm IST

  • મનમોહનસિંઘને ભારત રત્ન એવોર્ડ અપાશે : સંસદમાં પ્રવચન દરમિયાન નરેન્દ્રભાઈએ નિર્દેશ આપ્યો હતો કે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘને 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવશે : ન્યુઝ ફર્સ્ટનો અહેવાલ access_time 6:16 pm IST

  • સુરેન્દ્રનગરમાં વિજળી પડતા ૧નું મોત : ૧ દાઝયો લખતરના ઓળક ગામમાં દંપતિ ઉપર પડી હતી વિજળી : ઝાડ નીચે મહિલા બેઠી હતી અને વિજળી પડી access_time 6:29 pm IST