Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

''જયોર્જીયા ઓથર ઓફ ધ ઇયર'': ઇન્ડિયન અમેરિકન મહિલા પ્રોફેસર સુશ્રી રૂબી લાલને ૨૦૧૯ની સાલનો એવોર્ડ એનાયતઃ મોગલ સમ્રાટ જહાંગીરના બેગમ નૂરજહાંના જીવન ચરિત્રના શ્રેષ્ઠ આલેખન બદલ કરાયેલી કદર

જયોર્જીયાઃ યુ.એસ.ની એમરી યુનિવર્સિટીના પ્રોફેસર મહિલા ઇન્ડિયન અમેરિકન સુશ્રી રૂબી લાલને ૨૦૧૯ની સાલના ''જયોર્જીયા ઓથર ઓફ ધ ઇયર'' એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

ભારતમાં ૧૪મી સદીમાં મોગલ સામ્રાજય સમયે જહાંગીરના બેગમ નૂરજહાંના રાજવહીવટમાં નિપુણતા તથા માર્ગદર્શન આપતા જીવન ચરિત્રના આલેખતા પુસ્તક બદલ તેમને ઉપરોકત એવોર્ડ એનાયત કરાયો છે. જે જયોર્જીયા રાઇટર્સ એશોશિએશનના ઉપક્રમે આયોજીત પપમાં વાર્ષિક એવોર્ડ વિતરણ સમારંભ પ્રસંગે ૧૫ જુનના રોજ આપવામાં આવ્યો હતો.

(8:06 pm IST)
  • પાકિસ્તાનમાં ભારતીય રાજદૂતો સાથે ગેરવર્તણુક : ભારતે નોંધાવ્યો વિરોધ : ગેરવર્તણુકના ૬ મામલામાં નોંધાવ્યો વિરોધ : ૧૩મીએ ભારતીય રાજદૂતોનો પીછો કરાયો હતો તેમજ ઈફતાર પાર્ટીમાં પણ ગેરવર્તણુક કરાઈ હતી access_time 3:40 pm IST

  • કટ્ટરપંથીઓની સામે સરકારની લાલ આંખ : ટેરર ફંડિગ : અલગતાવાદી ઉપર કઠોર પગલાની તૈયારી : એનઆઇએ અને ઇડી દ્વારા સંયુકત રીતે કાર્યવાહી કરાશે : કટ્ટરપંથી તમામ નેતાઓની ગતિવિધિ ઉપર ચાંપતી નજર access_time 4:22 pm IST

  • બાલાકોટ એર સ્ટ્રાઇકની યોજનાબનાવનાર : સામંત બન્યા રોના વડાઃ અરવિંદ આઇબીના વડા : બંને ૧૯૮૪ બેચના આઇપીએસ છે કેન્દ્રએ બંનેને મોટી જવાબદારી સોંપી access_time 4:23 pm IST