Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

અમેરિકામાં સાઉથ એશિઅન કાઉન્‍સીલ ફોર સોશીઅલ સર્વિસીસને સાત લાખ ડોલરની ગ્રાન્‍ટઃ કોમ્‍યુનીટી પ્રજાજનોમાં આરોગ્‍ય ક્ષેત્રે જાગૃતિ લાવવા તથા હેલ્‍થ ઇન્‍સ્‍યુરન્‍સ માટે વપરાશે

વોશીંગ્‍ટનઃ અમેરિકામાં કાર્યરત ‘‘સાઉથ એશિઅન કાઉન્‍સીલ ફોર સોશીઅલ સર્વીસીઝ (SACSS)એ ૧૩ જુનના રોજ જાહેર કર્યા મુજબ તેઓને ‘‘વન સીટી હેલ્‍થ'' તરફથી સાત લાખ ડોલરની ગ્રાન્‍ટ આફવામાં આવી છે.

SACSSના  એકઝીકયુટીવ ડીરેકટર ઇન્‍ડિયન અમેરિકન સુશ્રી સુધા આચાર્યએ આ ગ્રાન્‍ટના ઉપયોગ અંગે જણાવ્‍યું હતું કે કોમ્‍યુનીટી પ્રજાજનોમાં આરોગ્‍ય માટે જાગૃતિ તથા હેલ્‍થ ઇન્‍સ્‍યુરન્‍સ માટે વપરાશે. તેમણે વન સીટી હેલ્‍થ દ્વારા મળેલી ગ્રાન્‍ટ બદલ આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે વનસીટી હેલ્‍થ દ્વારા પાંચ મિલીયન ડોલરના ફંડનો ઉપયોગ થકી જુદી જુદી કોમ્‍યુનીટીના ૧૬૦ જેટલા સંગઠનો, હોસ્‍પિટલો, ફીઝીશીયન્‍શ, ફાર્માસીસ્‍ટસ સહિતનાઓને ફાળવવા માટે કરાશે.

(9:55 pm IST)