Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

વિકલાંગોને મદદરૂપ થવા ઇન્‍ડિયન અમેરિકન શ્રી પ્રણવ દેસાઇની UN સમક્ષ રજુઆતઃ દિવ્‍યાંગોને હક્કો અપાવવા મોબાઇલ એપ બનાવી

ન્‍યુયોર્કઃ ઇન્‍ડિયન અમેરિકન વ્‍યવસાયી શ્રી પ્રણવ દેસાઇએ તાજેતરમાં ૧૪ જુન ૨૦૧૮ના રોજ યુનાઇટેડ નેશન્‍શમાં હાજરી આપી હતી. તથા પોતે બનાવેલી મોબાઇલ એપ દર્શાવી હતી. જેમાં દિવ્‍યાંગોને અન્‍ય નાગરિકો જેટલા જ સમાન હક્કો આપવા સરકારી અધિકારીઓ, એન્‍જીનીયરો, આયોજકો, વ્‍યાવસાયિકો, સહિત તમામને અનુરોધ કરી મદદરૂપ થવાનો સંદેશ આપ્‍યો છે.

વોઇસ ઓફ સ્‍પેશીઅલી એબલ્‍ડ પિપલ (VOSAP)ના ફાઉન્‍ડર તથા પોલીઓ ધરાવતા લોકોને મદદરૂપ થતા આ આઇ.ટી.પ્રોફેશ્‍નલ શ્રી દેસાઇએ યુ.એન.ની  રાઇટસ ઓફ પર્સન્‍સ વીથ ડીસએબિલીટીઝ વિષય ઉપર યોજાયેલી ૧૧મી કોન્‍ફરન્‍સમાં સંબોધન કરી તેમણે બનાવેલી એપ રજુ કરી હતી.

ઉલ્લેખનીય છે કે શ્રી દેસાઇ સ્‍થાપિત VOSAPના ૪ હજાર જેટલા વોલન્‍ટીઅર્સ છે જેઓ વિકલાંગોને સમાન હક્કો અપાવવા કાર્યરત છે.

(9:55 pm IST)