Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

કેનેડાએ સ્ટુડન્ટ વિઝા પોલિસી સરળ બનાવી : હવે 60 દિવસને બદલે 45 દિવસમાં વિઝા મળી જશે

મુંબઈ: ભારત સહિતના 3 દેશો માટે કેનેડાએ વિઝાની પ્રક્રિયા સરળ બનાવી દેતા ભારતીય વિદ્યાર્થીઓનો કેનેડા માટેનો ઝોક વધી ગયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.કેનેડાના નવા પ્રોગ્રામ પ્રમાણે સ્ટડી પરમીટ મેળવવા માટે પહેલા 60 દિવસનો સમય લાગતો હતો તેની જગ્યાએ હવે 45 દિવસ થઇ ગયો છે.

2017માં 83,410 ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડાની સ્ટડી પરમિટ મેળવી, જે 2016ની સરખામણીમાં 58 ટકા વધારે છે. ઉલ્લેખનીય છે કે ભારત, ચીન, વિયેતનામ અને ફિલિપિન્સ તે વિદ્યાર્થીઓ જે વિદેશમાં ભણવા માટે નાણાંકીય રીતે સક્ષમ છે અને ભાષાની જેમને સમસ્યા નથી તે નવા જાહેર કરવામાં આવેલા સ્ટુડન્ટ ડાઈરેક્ટ સ્ટ્રીમ(SDS) પ્રોગ્રામનો લાભ લઈ શકે છે.

સ્ટુડન્ટ પાર્ટનર્સ પ્રોગ્રામ(SPP) કેનેડાની માત્ર 40 કોલેજોમાં અપ્લાય કરનારા વિદ્યાર્થીઓ માટે લાગુ પડતો હતો. જ્યારે જૂનની શરુઆતમાં શરુ કરવામાં આવેલા SDP પ્રોગ્રામનો લાભ પોસ્ટસેકન્ડરી કોર્સ કરવા માંગતા વિદ્યાર્થીઓ લઈ શકે છે. ઈમીગ્રેશન, રેફ્યુજી એન્ડ સીટિઝનશિપ કેનેડા(IRCC)ના સ્ટેટમેન્ટ અનુસાર, કેનેડાની દરેક માન્ય કોલેજને સ્ટુડન્ટ સિલેક્ટ કરી શકે છે.

2015 અને 2016માં સ્ટડી પરમિટ મેળવનારા સૌથી વધારે વિદ્યાર્થીઓ ચીનના હતા. 2017માં સ્થાન ભારતે લીધુ હતું. જાન્યુઆરીથી એપ્રિલ 2018 દરમિયાન લગભગ 29,000 ભારતીય વિદ્યાર્થીઓએ સ્ટડી પરમિટ મેળવી છે, જ્યારે ચીનના 16925 વિદ્યાર્થીઓએ પરમિટ મેળવી છે. કેનેડા સરકારની વેબસાઈટ પરથી ડેટા લેવામાં આવ્યો છે.

(9:15 am IST)