Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

બ્રિટનના ગુરુદ્વારામાં તોડફોડ કરનાર આરોપી તરીકે પાકિસ્તાની મૂળનો નાગરિક પકડાયો : કાશ્મીરીઓને મદદ કરવા ચિઠ્ઠી મૂકી હતી : ખરાબ પરિણામ ભોગવવા ધમકી આપી હતી

લંડન : બ્રિટનના ડર્બીમાં આવેલા ગુરુદ્વારા ઉપર હુમલો કરી કાચ તોડી નાખનાર આરોપી તરીકે પાકિસ્તાની નાગરિક પકડાયો છે.જેને ગુરુદ્વારામાં ચિઠ્ઠી મૂકી તેમાં કાશ્મીરીઓને મદદ કરવા જણાવ્યું હતું.તથા જો તેમ નહીં થાય તો ખરાબ પરિણામ ભોગવવું પડશે તેવી ધમકી પણ આપી હતી.
ગુરુદ્વારા  મેનેજમેન્ટે કહ્યું છે કે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. પણ લાખો રૂપિયાનું નુકસાન થયું છે.તોડફોડ કરનાર આ વ્યક્તિએ ગુરુદ્વારાની દિવાલ પર એક નોધ લગાવી હતી. તેમા કાશ્મીર અંગે લખવામાં આવ્યું હતુ. તેમા લખ્યુ હતુ કે કાશ્મીરીઓને મદદ કરવાનો પ્રયત્ન કરો, અન્યથા દરેકને મુશ્કેલી પડશે. આ નોંધમાં એક ફોન નંબર પણ લખવામાં આવ્યો છે.
ગુરુદ્વારા સાથે જોડાયેલા અધિકારીઓએ કહ્યું કે આ રીતના હેટ ક્રાઈમ કે શીખો વિરુદ્ધ કોઈ પણ પ્રકારના અપરાધ અમને સેવા અને પ્રાર્થના કરતા અટકાવી શકતા નથી. અમે સમુદાયની સેવા જારી રાખશું અને દરરોજ જે પ્રાર્થના થાય છે તે જારી રાખશું. અમે અમારા તમામ સેવકો અને કર્મચારીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરશું.
લંડનમાં ભારતીયો અને ભારતીય મૂળના લોકો પર મોટા પ્રમાણમાં હુમલા થતા રહ્યા છે. ગયા વર્ષે ઓગસ્ટમાં ભારતના 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી સમયે લંડનમાં ભારતીય દૂતાવાસની બહાર એકત્રિત ભારતીયો પર પાકિસ્તાની દેખાવકારોએ ઈંડા અને પાણીની બોટલો સાથે પથ્થરમારો કર્યો હતો.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
 

(11:30 am IST)