Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

શીખ સજજન ઉપર હુમલો કરનાર હેટક્રાઇમ આરોપીને ૧૮૦ દિવસની જેલસજા તથા ૩ વર્ષની નજરકેદઃ શીખો વિષે અભદ્દ ટીપ્પણી કરવા બદલ શીખ ધર્મનો અભ્યાસ કરી રિપોર્ટ આપવાનો હુકમઃ અમેરિકાની ઓરેગન પ્રાંત કોર્ટનો મહત્વનો ચૂકાદો

ઓરેગનઃ યુ.એસ.માં ૧૪ જાન્યુ.ના રોજ શીખ સજ્જન ઉપર અભદ્દ ટીપ્પણી કરી તેની દાઢી તથા પાઘડી ખેંચવાના આરોપસર કોર્ટ ઓરેગનના આરોપીને ૧૮૦ દિવસની જેલસજા તથા ૩ વર્ષની નજરકેદ ફરમાવી છે ઉપરાંત શીખ વિષે અભદ્દ ટીપ્પણી કરવા બદલ શીખ ધર્મનો અભ્યાસ કરી રિપોર્ટ રજુ  કરવાનો હુકમ કર્યો છે.

આરોપીએ ઓળખપત્ર વિના સિગારેટ વેચવાની ના પાડનાર શીખ વ્યવસાયી હરવિન્દર ડોડ ઉપર હુમલો કરી તેની દાઢી તથા પાઘડી ખેંચી અભદ્દ ટીપ્પણી કરી હતી. તેવી કબૂલાત કરી લીધી હતી. પરિણામે ઉપરોકત સજા ફરમાવાઇ છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૬ની સાલ કરતા ૨૦૧૭ની સાલમાં આવા હેટક્રાઇમ આરોપોમાં ૪૦ ટકાનો વધારો નોંધાયો છે.

(8:43 pm IST)