Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

‘‘રાજપૂતાના કલ્‍ચર ઓફ રાજસ્‍થાન'' : યુ.એસ. ના સાન ફ્રાન્‍સિસ્‍કો બે એરીયામાં રાજસ્‍થાની સંસ્‍કૃતિનું નિદર્શન કરાવતો ત્રિદિવસિય મહોત્‍સવ યોજાયો : સમગ્ર અમેરિકામાં વસતા રાજપૂતાના વંશજના પરિવારો ભેગા થયા

કેલિફોર્નિયા : ‘‘રાજપૂતાના કલ્‍ચર ઓફ રાજસ્‍થાન''.અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા સાન ફ્રાન્‍સિસ્‍કો બે એરીયામાં નવી શરૂ કરાયેલી રાજપૂતાના Rawla ઓફ અમેરિકાના ઉપક્રમે તાજેતરમાં ૨૬ થી ૨૮ એપ્રિલ ૨૦૧૮ દરમિયાન ત્રિદિવસીય ઉજવણી કરાઇ હતી. જેમાં રાજસ્‍થાનના રાજપૂતાના કલ્‍ચરનું  નિદર્શન કરાવાયું હતું. ‘Mel 2018'  નામથી કરાયેલી આ ઉજવણીમાં સમગ્ર અમેરિકામા રહેતા રાજસ્‍થાનનાં  રાજપૂત વંશીય પરિવારો ભેગા થયા હતાં.

અમેરિકામાં વસતા આ પરિવારોના સંગઠન અંતર્ગત મુખ્‍ય  મુદા તરીકે ‘કન્‍યા કેળવણી' ને પ્રાધાન્‍ય અપાયું હતું. રાજસ્‍થાની પહેરવેશમાં આવેલ મહિલાઓ તથા પુરૂષોએ રાજસ્‍થાન ઘુમર ડાન્‍સ, સહિત વિવિધ સાંસ્‍કૃતિક કૃતિઓ રજુ કરી હતી. આ પ્રસંગે રાજપૂત કૂળના ડૉકટરો, એન્‍જીનીયરો, પ્રોફસરો, વ્‍યાવસાયિકો તેમજ સ્‍ટુડન્‍ટસ સહિત વિશાળ સંખ્‍યામાં કોમ્‍યુનીટી મેમ્‍બર્સ હાજર રહ્યાં હતાં.(૪૬.૩)

(9:56 pm IST)