Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

યુ.એસ.માં ટેકસાસના ૨૨મા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટની પ્રાઇમરી ચૂંટણીમાં ઇન્‍ડિયન અમેરિકન ડેમોક્રેટ પ્રેસ્‍ટોન કુલકર્ણી વિજેતાઃ પાર્ટીના પ્રતિસ્‍પર્ધી સામે જંગી બહુમતિથી વિજય હાંસલ કર્યોઃ નવેં.૨૦૧૮માં વર્તમાન રિપબ્‍લીકન કોંગ્રેસમેન સામે ટકકર લેશે

ટેકસાસઃ યુ.એસ.માં ટેકસાસના ૨૨મા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટમાં યોજાયેલી પ્રાઇમરી ચૂંટણીમાં ઇન્‍ડિયન અમેરિકન ડેમોક્રેટ ઉમેદવાર શ્રી પ્રેસ્‍ટોન કુલકર્ણીએ તેમની પાર્ટીના પ્રતિસ્‍પર્ધીને જંગી બહુમતિથી પરાસ્‍ત કરી દીધા છે. ૨૨મે ના રોજ જાહેર કરાયેલા પરિણામ મુજબ શ્રી કુલકર્ણી ૬૨ ટકા ઉપરાંત મતો મેળવી વિજેતા થયા છે. હવે તેઓ નવેં.૨૦૧૮માં યોજાનારી જનરલ ચૂંટણીમાં લાંબા સમયથી ચૂંટાઇ આવતા વર્તમાન રિપબ્‍લીકન કોંગ્રેસમેન પિટ ઓલ્‍સોન સામે ટકકર લેશે.

(10:51 pm IST)
  • નોટબંધીનું પુરજોર સમર્થન કરનારા બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે યૂ ટર્ન લેતા તેનાં પર સવાલો ઉભા કર્યા છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે, નોટબંધીનો લાભ જેટલો મળવો જોઇએ તેટલો નથી મળ્યો. લાભ કેમ નથી મળ્યો તેનું કારણ તેમણે જણાવ્યુ હતું. નોટબંધીની નિષ્ફળતા માટે તેમણે બેંકોને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે દેશની પ્રગતીમાં બેંકોની ઘણી મોટી ભુમિકા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, બેંકોને જમા અને પૈસા ઉપાડવા તથા લોન આપવાનું જ કામ નથી કરવાનું, પરંતુ દરેકે દરેક સરકારી યોજનામાં પણ બેંકોની ઘણી મોટી ભુમિકા હોય છે. access_time 1:22 am IST

  • ડોક્ટર્સ વિધાઉટ બોડર્સે શનિવારે જણાવ્યું હતું કે, માનવ તસ્કરો દ્વારા બંધક બનાવીને રાખવામાં આવેલા 100થી વધુ પ્રવાસીઓ અને શરણાર્થીઓને ઉત્તર પશ્ચિમ લીબિયાની ગુપ્ત જેલમાંથી ભાગવા દરમિયાન ગોળી મારવામાં આવી હતી. આ ઘટનામાં ઘણા લોકોને ઈજા પહોંચી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠ WHOને કહ્યું છે કે, બુધવારે (23 મે) રાત્રે થયેલી આ ઘટનામાં બચેલા લોકોએ જણાવ્યું હતું કે આ ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે અને 40 લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનામાં મહિલાઓ વધુ ભોગ બની છે. access_time 1:22 am IST

  • મુંબઈની તરતી રેસ્ટોરન્ટ સમુદ્રમાં ડૂબી : મુંબઈના માહિમ ખાતે બાંદરા-વરલી સી લિંક પાસે સમુદ્રમાં તરતી રેસ્ટોરન્ટ ડૂબી જતા 15 લોકો ડૂબ્યા હતા. જો કે સદનસીબે આ તમામ લોકોને બચાવી લેવાયા હતા. એક મોટી શિપને તરતી રેસ્ટોરન્ટમાં ફેરવવામાં આવી હતી. આ આર્ક ડેક બાર રેસ્ટોરન્ટ સમુદ્રના કિનારાથી લગભગ દોઢ કિલોમીટર અંદર હતી. જહાજમાં પાણી ભરાવાથી દુર્ઘટના સર્જાય હતી. પોલીસ દ્વારા આ ઘટનાની વધુ તપાસ હાથ ધરાય છે. access_time 2:09 pm IST