Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર યુવાન શ્રીનિવાસ કુચીભોટલાના હત્‍યારાને આજીવન કેદઃ ફેબ્રુ ૨૦૧૭માં કન્‍સાસ મુકામે ગોળીબાર કરી મોત નિપજાવ્‍યુ હતુ

કન્‍સાસઃ ‘‘ગેટ આઉટ ફ્રોમ માય કન્‍ટ્રી'' ઉચ્‍ચાર સાથે ફેબ્રુ.૨૦૧૭માં યુ.એસ.ના કન્‍સાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર ૩૨ વર્ષીય શ્રીનિવાસ કુચીભોટલા ઉપર ગોળીબાર કરી હત્‍યા નિપજાવનાર તથા તેની સાથેના મિત્ર આલોક માદાસાની અને અમેરિકન યુવાન ઇઆન ગ્રિલોટને ઇજા પહોંચાડવાના આરોપી ૫૩ વર્ષીય આદમ યુરીન્‍ટોનને ૩ કાઉન્‍ટ હેટ ક્રાઇમ આરોપો સાથે કોર્ટએ ૨૧મે ૨૦૧૮ના રોજ આજીવન કેદની સજા ફરમાવી છે. તેવું  સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:11 pm IST)
  • સુરતની લેડી ડૉન અસ્મિતા ગોહિલ ઉર્ફે ભૂરીએ પોતાનો ગુનો કબૂલ્યો છે અને હવે સુધરવાની વાત કરી છે. ભૂરીએ કહ્યું કે મારા પર જે આરોપ લાગ્યા છે તે સાચા છે. વાઈરલ થયેલો વીડિયો પણ મારો છે. ભૂરીએ પોતાની ભૂલ પણ સ્વીકારી અને કહ્યું કે જેલમાંથી બહાર આવીને હું મારી ભૂલ સુધારવા માગું છું. ભૂરીએ કહ્યું કે હવે મને લાગે છે કે મારે સુધરી જવું જોઈએ. ભૂરીએ આ નિવેદન કોર્ટ બહાર આપ્યું હતું. access_time 1:23 am IST

  • મુંબઈની તરતી રેસ્ટોરન્ટ સમુદ્રમાં ડૂબી : મુંબઈના માહિમ ખાતે બાંદરા-વરલી સી લિંક પાસે સમુદ્રમાં તરતી રેસ્ટોરન્ટ ડૂબી જતા 15 લોકો ડૂબ્યા હતા. જો કે સદનસીબે આ તમામ લોકોને બચાવી લેવાયા હતા. એક મોટી શિપને તરતી રેસ્ટોરન્ટમાં ફેરવવામાં આવી હતી. આ આર્ક ડેક બાર રેસ્ટોરન્ટ સમુદ્રના કિનારાથી લગભગ દોઢ કિલોમીટર અંદર હતી. જહાજમાં પાણી ભરાવાથી દુર્ઘટના સર્જાય હતી. પોલીસ દ્વારા આ ઘટનાની વધુ તપાસ હાથ ધરાય છે. access_time 2:09 pm IST

  • કેન્દ્રમાં એનડીએ સરકારનાં ચાર વર્ષ પુર્ણ થવા પ્રસંગે કોંગ્રેસ સહિત મોટા ભાગનાં વિપક્ષી દળો મોદી સરકાર પર હૂમલા કરી રહી છે. બીજી તરફ કર્ણાટકનાં હાલમાં જ મુખ્યમંત્રી બનેલા એચ.ડી કુમાર સ્વામીએ કેન્દ્રની એનડીએ સરકારને શુભકામના પાઠવી છે. જેડીએસ નેતાએ જો કે મોદી સરકારને લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા અંગેનાં સવાલ પર કોઇ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. કુમાર સ્વામીએ કહ્યું કે આ અંગે લોકોએ નક્કી કરવાનું છે. access_time 1:23 am IST